Gujarat

સારા સમાચાર: ગુજરાતમાં જૂનના આ અઠવાડિયાથી ચોમાસુ બેસી જશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ (Monsoon) ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે દક્ષિણ-પશ્વિમ ચોમાસાનો કરંટ તૂટયો નથી એટલે કે તેને બ્રેક લાગી નથી. દેશના મોટા ભાગના પ્રદેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. હાલમાં ચોમાસાની સિસ્ટમનો કરંટ આંદામાન – નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયો છે.

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર આ વખતે અરબી સમુદ્રમાં અલ નીનો કે લા નીનોની કોઈ અર જોવા મળશે નહીં, એટલે કે દેશના મોટા ભાગના પ્રદેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. હાલમાં ચોમાસાની સિસ્ટમનો કરંટ આંદામાન – નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયો છે. રવિવારે અહીં હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ ઉપરાંત ખાનગી વેધર ફોરકાસ્ટ કરતાં ગ્રુપ સ્કાયમેટ દ્વ્રારા પણ ચોમાસુ ૧૦૩ ટકા રહેશે તેમ જણાવ્યું છે.હવામાન વિભાગના અંદાજ પ્રમાણે દેશમાં ૯૬થી ૯૮ ટકા વરસાદ રહેશે.

24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે

બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યુ કે, ચક્રવાત યાસના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે, જે 24 મે સુધી એક તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, 26 મેની સવાર સુધી પશ્ચિમ બંગાળની પાસે ઉત્તરી ખાડી અને જેની આસપાસના ઉત્તરી ઓડિશા અને બાંગ્લાદેશના સમુદ્ર કિનારે પહોંચી જશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાન યાસનોથી બચાવ માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ તેને લઈને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (NDMA) અધિકારીઓ, ટેલીકોમ, પાવર, સિવિલ એવિએશન, અર્થ સાયન્સ મંત્રાલયોના સચિવો સાથે બેઠક કરી અને તૈયારીઓ પર ચર્ચા કરી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા. 

વાવાઝોડામાં તૂટી ગયેલા પાકા મકાનો માટે રૂપિયા 95,100ની સહાયની રાજ્ય સરકારની જાહેરાત

ગાંધીનગર : રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકાોમકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા હોય તો ૨૫૦૦૦ અને ઝૂંપડાના પુન: નિર્માણ માટે ૧૦ હજારની સહાય રાજય સરકારે જાહેર કરી છે. આજે રાત્રે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્છથાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તાઉતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો સરકારે જાહેર કર્યા છે.

Most Popular

To Top