ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રની મોદી સરકારમાંથી 14 જેટલા મંત્રીઓએ રાજીનમા આપી દીધા છે ત્યારે કેબીનેટના (Cabinet) આજે સાંજે કરાયેલા વિસ્તરણ દરમ્યાન નવા 43 મંત્રીઓને સમાવેશ કરાયો છે. આગામી વર્ષે ગુજરાતમાં (Gujarat) યોજાનારી વિધાનસભાની ચૂંટણીના (Election) પગલે જ્ઞાતિના સમીકરણોને પણ ધ્યાને રાખીને બે રાજયકક્ષાના મંત્રીઓને બઢતી આપીને તેઓને કેબીનેટ મંત્રી બનાવાયા છે. જયારે સુરતના સાંસદ દર્શના જરદોશને પણ સ્થાન મળ્યુ છે. અટલબિહારી વાજપાઈની સરકારમાં સુરતમાંથી ભાજપના સાંસદ કાશીરામ રાણાને કેન્દ્રમાં ટેક્ષટાઈલ મંત્રી બનાવવામા આવ્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરથી લોકસભા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા રાજ્યમંત્રી બન્યા. મોદી સરકારમાં કોળી સમાજને મળ્યું પ્રતિનિધિત્વ મળ્યું છે. ઈતિહાસમાં પહેલીવાર કેન્દ્રમાં ગુજરાતના 7 મંત્રીઓને સ્થાન મળ્યું છે. મેરિટના આધારે મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રુપાલાનું પ્રમોશન થયું છે.
આગામી વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી ઓબીસી સમાજના સાંસદોને અને સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજના સાંસદને સમાવાયા છે. લેઉવા – કડવા પાટીદાર સમાજના બે સાંસદો મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલાને રાજયકક્ષાના મંત્રી પદેથી બઢતી આપીને તેમને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. જયારે મધ્યગુજરાતના સાંસદ દેવુસિંહ ચૌહાણને અને સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને પણ રાજયકક્ષાના મંત્રી તરીકે સ્થાન આપવામા આવ્યુ છે. આ સાથે કેન્દ્રિય કેબીનેટમાં ગુજરાતના પાંચ મંત્રીઓનો સમાવેશ કરાયો છે. જયારે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહને ગણતરીમાં લેતા કેન્દ્રિય કેબીનેટમાં ગુજરાતના સાત મંત્રીઓને સમાવાયા છે.
ગુજરાતના ખેડાથી બીજીવાર સાંસદ બનેલા દેવુસિંહ ચૌહાણે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ લીધા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતનાં વધુ એક નેતાને મળી તક મળી છે. તેઓ બે વખત ગુજરાતમાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. સુરતના દર્શના વિક્રમ જરદોશને રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમણે પદ અને ગુપ્તતાના શપથ પણ લીધા હતા. તે સુરતની લોકસભાના સભ્ય છે. તેમણે ભાજપ મહિલા મોરચામાં ઘણા મહત્વના પદ સંભાળ્યા છે. તેઓ ઓબીસી સમુદાયના છે.
ગુજરાત ભાજપના પ્રભારી અને સાંસદ ભૂપેન્દ યાદવનો પણ કેન્દ્રિય કેબીનટેમાં સમાવેશ કરાયો છે. તાજતેરમાં દક્ષિણ ગુજરાતના ભાજપના પીઢ અગ્રણી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નીમવામા આવ્યા છે. કેબીનેટ વિસ્તારણમાં ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીના બદલાઈ રહેલા સમીકરણો પણ ધ્યાને લેવાયા છે. દર્શના જરદોષ , દેવુસિંહ ચૌહાણ અને ડૉ મહેન્દ્ર મુંજપરાની પસંદગીએ નવા ચહેરા તરીકે કરાઈ છે.