કડોદ: લીંબુના (Lemon) ભાવ આસમાને પહોંચ્યા હોવાથી ચોરોની (Thief) નજર હવે લીંબુ પર પહોંચી છેે. સામાન્ય રીતે ઉનાળો (Summer) આવતા જ લીંબુના ભાવ વધી જતા હોય છે. એક તરફ લીંબુના ભાવ વધી જવાથી સામાન્ય લોકોના જીવન પર માઠી અસર થઇ છે. તો બીજી તરફ ખેડૂતોમાં (Farmers) ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. જો કે હવે લીંબુની ચોરીના પણ બનાવો સામે આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કામરેજના કઠોર ગામની વાડીમાંથી 140 કિલો લીંબુ ચોરી છવાની ઘટના સામે આવી છે. તેથી ખેડૂતોએ લીંબુના પાકની સુરક્ષામાં વધારો કરવો પડે છે.
આ વર્ષે માવઠાને કારણે લીંબુના પાકને નુકસાન થયો હતો. તેથી ઉનાળા દરમિયાન વધતી લીંબુની માંગ સામે માર્કેટમાં પૂરતો પુરવઠો મળતો ન હોવાને કારણે લીંબુના ભાવમાં ઘણો ઉછાલ જોવા મળી રહ્યો છે. સાસાન્ય રીતે લીંબુ 150-200 રૂપિયા કિલો વેચાકા હોય છે પરંતુ આ વર્ષે લીંબુનો ભાવ આશરે 400 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો હતો. તેથઈ હવે લીંબુની ચોરીઓ પણ થવા લાગી છે.
તસ્કરોએ તો હદ વટાવી દીધી છે. સોનું, ઘરેણાંને બદવે લીંબુની ચોરી થઇ રહી છે. કામરેજના કઠોર ગામમાં રહેતા ખેડૂત જયેશભાઈ પટેલની વાડીમાંથી 140 કિલો લીંબુની ચોરી થઇ છે. તેમણે 6.5 વીંઘામાં 1450 લીંબુના ઝાડ ઉછેર્યા છે. જેમાંથી તેમને 250 મણ લીંબુનો ઉતાર આવી રહ્યો હતો. તેથી તેમને સારી આવક મળઈ રહેતી હતી. લીંબુના ભાવ વધતી લીંબુની સુરક્ષા પણ વધારવી પડી હતી. છતાં તસ્કરો ચોરી કરવામાં સફળ થયા.
લીંબુવાડીના માલિક યશભાઇએ લીંબુના ઉતાર બાદ તેનું એસોટિંગ કરી છુટા કર્યા હતા. તેથી સારા એક નંબરમા લીંબુઓને અલગ મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાતના સમયે ચોરોએ સારી ગુણવત્તાના લીંબુના ઢગલામાંથી જ 7 મણ એટલે કે 140 કિલો લીંબુની ચોરી કરી હતી. જો કે લીંબુની ચોરી ન થા તે માટે તેમણે રખેવાળોને પણ કામ પર મૂક્યા હતા. છતાં જ્યારે મજૂરો સૂઇ રહ્યા હતા ત્યારે જ મોકો જોઇ તસ્કરોએ લીંબુની ચોરી કરી હતી. લીંબુના ચોરીની ઘટનાની જાણ બીજા દિવસે સવારે થઇ હતી. સવારે ચારેય બાજુ અસ્તવ્યસ્ત લીંબુ જોતાં ચોરીની ઘટનાનો અંદાજો લગાવવામાં આવ્યો હતો. આ વખતે લીંબુનો સારો ઉતાર આવ્યો હતો. તેથી યશભાઇએ કરેલી લીંંબુની સુરક્ષા હોવા છતાં ચાલાકીપૂર્વક તસ્કરો લગભગ 140 કિલો લીંબુ ચોરી ગયા.