Gujarat

15 એપ્રિલથી જંત્રીના દરો વધવાની સાથે સ્ટેમ્પ ડયુટીમાં 2 ટકાનો ઘટાડો થવાની સંભાવના

ગાંધીનગર: રાજયમાં (Gujarat) અગાઉ જાહેર થયેલી નવી જંત્રીના (Jantri) દરો હવે તા.15મી એપ્રિલથી અમલી બનવા જઈ રહ્યા છે, જો કે, દાદાની સરકાર સ્ટેમ્પ ડયુટીમાં 2 ટકા સુધીની રાહત આપે તેવી સંભાવના જોવાઈ રહી છે, જેથી જંત્રી વધારાનો બોજો ઓછો થઈ શકે. અત્યારે હાલમાં મહિલાઓ માટે સ્ટેમ્પ ડયુટીનો દર 5 ટકા અને પુરૂષો માટે 6 ટકાનો છે. સ્ટેમ્પ ડયુટીમાં રાહત આપવા અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે.

રાજય સરકારે અગાઉ રાતોરાત નવી જંત્રી અમલી બનાવી હતી. જેમાં જુની જંત્રીના દરોમાં 100 ટકા વધારો કર્યો હતો. જેનો રાજયભરમાંથી વિરોધ થયો હતો. આ નવા દરો 4થી ફેબ્રુ.થી અમલી બનવાના હતા. જો કે, સરકારે 15મી એપ્રિલ સુધી જંત્રીના અમલીકરણમાં રાહત આપી છે. બિલ્ડર એસો. દ્વારા રાજયમાં નવા જંત્રીના દરો 1લી મેથી અમલી બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top