Gujarat

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, સજા પર સ્ટે માંગતી અરજી પર ચુકાદો અનામત

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મંગળવારે મોદી સરનેમ (Modi Surname) કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 2019ના કેસમાં સજા પર રોક લગાવવાની તેમની અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. મળતી માહિતી મુજબ હવે વેકેશન બાદ જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. ત્યાં સુધી કોર્ટે રાહુલ ગાંધીને કોઈ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો છે.

આ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ રાહુલને લોકસભાની સદસ્યતા પણ ગુમાવવી પડી હતી. રાહુલ ગાંધીએ મોદી સરનેમને લગતી તેમની ટિપ્પણીને પગલે અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. સુરતની એક અદાલતે મોદી અટક સંબંધિત તેમની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી રાહુલે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એક ન્યાયાધીશે આ કેસમાં પોતાને અલગ કર્યા પછી કેસની સુનાવણી હવે નવા ન્યાયાધીશ દ્વારા કરવામાં આવી રહી છે.

અગાઉ સુરત સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં 29 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને 2 મે સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. આ પછી આગામી સુનાવણી 2 મે મંગળવારના રોજ નક્કી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે કથિત અપરાધ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા કરવામાં આવી છે તે ન તો ગંભીર છે અને ન તો આમાં નૈતિક ગેરવર્તણૂકનો સમાવેશ થાય છે.

Most Popular

To Top