Gujarat

ગીરમાં છેલ્લા બે વર્ષમાં 113 સિંહ, 125 સિંહબાળ અને 294 દીપડાના મોત

ગાંધીનગર: (Gandhinagar) ગીર જંગલ (Jungle) વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે 2022 અને 2023માં 113 સિંહ, 126 જેટલા સિંહ બાળ, 294 દીપડા અને 110 જેટલા દીપડાના બચ્ચાઓનું મૃત્યુ થયા છે.

  • ગીરમાં છેલ્લા બે વર્ષમાં 113 સિંહ, 125 સિંહબાળ અને 294 દીપડાના મોત
  • 110 દીપડાના બચ્ચા પણ મોતને ભેટ્યા, સિંહ-દીપડા જેવા પ્રાણીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં ભરાયા

કોંગ્રેસના સિનિઅર સભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના લેખિત જવાબમાં વન મંત્રીએ કહ્યું હતું કે, ગીરમાં છેલ્લા બે વર્ષમાં 92 સિંહ, 118 સિંહ બાળ, 193 દીપડા અને 79 જેટલા દીપડાના બચ્ચાઓના છેલ્લા બે વર્ષ દરમ્યાન કુદરતી રીતે મૃત્યુ થયા છે. જ્યારે તે પૈકી 21 સિંહ, 8 સિંહ બાળ, 101 દીપડા તથા 31 દીપડાના બચ્ચાઓનું અકુદરતી રીતે મૃત્યુ થયું છે. વનમંત્રીએ કહ્યું હતું કે, વન્ય વિસ્તારમાં બીમારી કે અકસ્માતના કિસ્સામાં ખાસ કરીને તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિમણૂંક કરી દેવાઈ છે.

વન વિભાગ દ્વારા સિંહોની અવરજવરવાળા વિસ્તાતરમાં વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરી દેવાઈ છે. સિંહ સહિત વન્ય પ્રાણીઓના રેસક્યૂ માટે રેપિડ એકશન ટીમની રચના કરાઈ છે. વન્ય પ્રાણીઓની સારવાર માટે જુદા જુદા કેન્દ્રની સંખ્યા વધારાઈ છે. સિંહ કે અન્ય પ્રાણીઓની હત્યા કરવાના કેસમાં વન વિભાગ દ્વારા ત્વરિત કેસો કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. વન વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલીંગ પણ સધન બનાવાયું છે.

Most Popular

To Top