નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગની ((WPL)) શરૂઆત થઈ ગઈ છે પરંતુ આ શરૂઆત એક વિવાદ (Controvery) સાથે થતા ચર્ચામાં છે. વિમેન્સ પ્રીમિયર લીગશરૂની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) ગુજરાત જાયન્ટ્સને (Gujarat Giants) હરાવીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ સિઝનની શરૂઆત એક વિવાદ સાથે થઈ છે, જેને લઈને ગુજરાત જાયન્ટ્સે પણ નિવેદન જાહેર કર્યું છે.
વેસ્ટ ઈન્ડિઝની ખેલાડી ડિઆન્ડ્રા ડોટિન મહિલા પ્રીમિયર લીગનો ભાગ બની શકી ન હતી. તેને ગુજરાત જાયન્ટ્સે રૂ. 60 લાખમાં ખરીદ્યો હતો, પરંતુ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમે તેની જગ્યાએ અન્ય ખેલાડીને સામેલ કર્યો હતો. ગુજરાત જાયન્ટ્સે નિવેદન આપ્યું હતું કે ડિઆન્ડ્રા ડોટિન ફિટ નથી અને તે ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. જોકે, ડિઆન્ડ્રા ડોટિને ટીમના દાવા પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તે સંપૂર્ણ રીતે ફિટ છે, તેના વિશે જે કહેવામાં આવી રહ્યું છે તેના પર કોઈએ વિશ્વાસ ન કરવો જોઈએ. ડિઆન્ડ્રા ડોટિને ટ્વિટ કરીને લખ્યું છે કે મને જે મેસેજ મળી રહ્યા છે તેના માટે હું તમારો આભાર માનું છું, પરંતુ સત્ય કંઈક બીજું જ છે.
ગુજરાત જાયન્ટસે નિવેદન આપ્યું
ખેલાડીના નિવેદન બાદ હવે ગુજરાત જાયન્ટ્સે એક નિવેદન જાહેર કર્યું છે અને તેઓએ કહ્યું છે કે ડિઆન્ડ્રા ડોટિન એક મહાન ખેલાડી છે અને ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ અમને નિયત સમય પહેલા મેડિકલ ક્લિયરન્સ મળ્યું નથી, જે WPLમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે જરૂરી છે. અમને આશા છે કે તે આગામી સિઝનમાં અમારી સાથે રહેશે.
તમને જણાવી દઈએ કે ગુજરાત જાયન્ટ્સ માટે સિઝનની શરૂઆત સારી રહી ન હતી. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતને 143 રનથી હરાવ્યું, આ મેચમાં મુંબઈએ 207 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સ માત્ર 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 200 રનનો આંકડો પાર કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા તેણે 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. તેના તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 30 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હીલી મેથ્યુસે 31 બોલમાં 47 અને એમેલિયા કેરે 24 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. નતાલી સીવરે 23 અને પૂજા વસ્ત્રાકરે 15 રનનું યોગદાન આપ્યું હતું. યાસ્તિકા ભાટિયા એક રન બનાવીને આઉટ થઈ હતી. ઈસી વોંગ એક બોલમાં છ રન બનાવીને અણનમ રહી હતી. ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. એશ્લે ગાર્ડનર, તનુજા કંવર અને જ્યોર્જિયા વેરહેમે એક-એક વિકેટ લીધી હતી.