સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીનો (Election) ધમધમાટ જામી રહ્યો છે. ચૂંટણીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે ત્યારે શાસક વિપક્ષ દ્વારા જરૂરી કામોની ચર્ચાને બદલે આરોપ પ્રત્યારોપ પર વધુ ધ્યાન આપી રહ્યા હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.
કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને ઔવેસી ગુજરાતમાં આવ્યા નથી. પરંતુ તેમને લાવવામાં આવ્યા છે. કેજરીવાલ અને ઓવૈસી બંને ભાઈઓ છે. આમને બંનેને ભાજપે દત્તક લીધા છે. ગુજરાતી જનતા ખૂબ જ હોશિયાર છે અને તે આપ અને ઔવેસીનો ચહેરો ઓળખી લેશે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતના લોકો બરાબર વિચારીને નિર્ણય લેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આર્થિક મોરચે નિષ્ફળ થઈ છે. અત્યારે જે પ્રકારની જીડીપી નીચે ગઈ હતી. તે કોરોનાને કારણે નહીં પરંતુ તે પહેલાથી જ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી. પરંતુ આ લોકો કોરોનાના સમયગાળાને વચ્ચે ધરીને છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જેણે કીધું હતું કે, ભારતને ઝુકવા નહીં દઈએ. જે ભારતને જવાહરલાલ નેહરુએ પોતાનું રક્તસિંચીને બનાવ્યું હતું. તેને સમાપ્ત કરી દીધું છે. રાષ્ટ્રીય સ્તર પર ખોટા નિર્ણયો લઈને. રૂપિયાને નિમ્ન સ્તર ઉપર પહોંચાડી દીધો છે. કાળુધન પરત લાવવાની મોટી મોટી વાતો કરનારા એક રૂપિયો પણ પરત નથી લાવી શક્યા. કોરોના સમયે અંતિમદાહ કરવા માટે લાઈનો લાગી હતી. જે ઇતિહાસમાં પહેલી વખત થયુ હતુ. વેન્ટીલેટરનો ઘટાડો પણ ખૂબ મોટો થયો હતો. સમયસર ઓક્સિજન નહીં મળવાને કારણે ઘણા લોકોના મોત થયા છે.
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ગેંગરેપની ઘટનાનો ભોગ શિડ્યુલ કાસ્ટની દીકરીઓ અને મહિલાઓ બની રહી છે. દિલ્હીમાં જે ઘટના બની છે તેમાં કાયદો વ્યવસ્થા કેટલી કથળી છે. તે સ્પષ્ટ દેખાય છે. જ્યારે રોજ હત્યા કર્યા બાદ એક એક અંગ લઇને રાતે નીકળતો હતો. ત્યારે દિલ્હીમાં લાગેલા સીસીટીવી કેમેરા ક્યા ગયા હતા. સુરતમાં પરપ્રાંતિયો માટે કોલેજની વ્યવસ્થા નથી.