ગાંધીનગર: ગુજરાતનો (Gujarat) જ્યારે વિષય આવે છે ત્યારે દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની વાત થાય છે, જ્યારે ભાજપાની (BJP) સરકારે ગુજરાતમાં વિકાસની હરણફાળ ભરી છે. વિકાસની હરણફાળ થકી જ ગુજરાત નં. ૧ બન્યું છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ ગઇ કાલે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે તેમાં પણ મહિલાઓ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે, બાળાઓ માટે કે. જી. થી પી. જી સુધીનો અભ્યાસ ફ્રી, સિનીયર સીટીઝન મહિલાઓ માટે બસ સેવા ફ્રી, ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતી બાળાઓને ઇ સ્કુટર ફ્રી આપવામાં આવશે. કોંગ્રેસના શાસન કાળ દરમ્યાન નપાણીયું ગુજરાત કહેવામાં આવતું હતું. ભાજપા શાસન દરમ્યાન ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવ્યું તેમજ ગુજરાતના યુવાનોએ તો વિકાસ ની ઉંચી ઉડાન ભરી છે, તેવું કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.
આજે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ અને ભારતીય જનતા પાર્ટી મિડીયા વિભાગના રાષ્ટ્રીય કન્વીનર અનિલ બલુની તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગની સમગ્ર ટીમ દ્વારા પ્રદેશ મિડીયા સેન્ટર ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. મન કી બાત કાર્યક્રમ બાદ અનુરાગ ઠાકુરએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સુરક્ષીત ગુજરાત, વિકસીત ગુજરાત, સશક્ત ગુજરાત બનાવવાનું કામ જો કોઇએ કર્યુ હોય તો તે ભાજપાની સરકાર છે. ભારતની પાંચ ટ્રીલીયન ઇકોનોમીમાં ગુજરાતનું ૧ ટ્રીલીયન ડોલરનું યોગદાન રહ્યું છે. આજે વિશ્વમાં ભારતની છબી સુધરી છે. ગુજરાતે પોતાનું યોગદાન દરેક ક્ષેત્રે આપ્યું છે. રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. આજે ગુજરાતનું દરેક ક્ષેત્રમાં યોગદાન દેશના અન્ય રાજ્યો કરતાં યોગદાન મહત્વનું સાબિત થઇ રહ્યું છે. કેન્દ્રની અને ગુજરાત રાજ્યની ભાજપા સરકાર ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે. ગુજરાત રાજ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી માફક જ દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણની ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાનું અને દેવભૂમી દ્વારકા માં કોરીડોર બનાવવાના સ્વપ્ન ઉપર કામ કરવા જઇ રહી છે. ગુજરાતમાં આગળના પાંચ વર્ષમાં ૨૦ લાખ નોકરીઓનું સર્જન કરવાની જેમાં મહિલાઓ માટે ૧ લાખ નોકરીઓનું પણ સર્જન થવાનું છે.
અનુરાગ ઠાકુરએ કહ્યું હતું કે, આજે ગુજરાતની જનતા જનાર્દન કહે છે કે, ભાજપાના શાસનમાં ગુજરાત મજામાં અને અમે ગુજરાતી ભાજપાના સાથી. ગુજરાતમાં સુશાસન થકી છેલ્લા ૨૦ વર્ષોથી શાંતિ, સલામતી અને સમૃધ્ધીની સ્થાપના થઇ જેના કારણે ગુજરાતની જનતાનું ભાજપાની સાથે જોડાણ છે ક્યારેય તૂટવાનું નથી. ગુજરાતમાં આજનો યુવાન ૨૦-૨૫ વર્ષનો થયો હોય ત્યારે તેને ક્યારેય કોંગ્રેસના કુશાસનને જોયું નથી તેને માત્રને માત્ર ભાજપાના સુશાસને જોયું છે અને એટલા માટે જ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ગુજરાતનો નવયુવાન ભાજપાને સમર્થન આપી મતદાન કરવાના છે.