રાજ્યમાં સાડાચાર વર્ષ બાદ 58 DYSPની બદલીના ઓર્ડર, સુરત શહેરમાંથી 4 અને ગ્રામ્યમાંથી 2 SPની બદલી

ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા ચાર કે સાડા ચાર વર્ષથી ગુજરાતમાં ડીવાયએસપી તરીકે થયેલા જ્ઞાતિવાદ આધારિત પોસ્ટિંગના કારણે પોલીસ તંત્રમાં રહેલી નારાજગી દૂર થાય તે દિશામાં મક્કમ પગલુ ભરીને સીએમ ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગીર સોમનાથ જવા રવાના થતાં પહેલા જ ૫૮ ડીવાયએસપીઓની આંતરિક બદલીના આદેશ કરી દીધા છે. ગૃહ વિભાગે લાંબા સમયથી પોલીસ વિભાગમાં (Police Department) બદલીઓ (Transfer) માટેના ઓર્ડર તૈયાર કરી રાખ્યા હોવા છતાં જાહેર કરાતા ન હતાં. હવે આજે ડીવાયએસપીની (DYSP) બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેને જોતા આગામી દિવસોમાં આઈપીએસની બદલીનો ગંજીપો ચીપાય તેવી ચર્ચા છે. આજરોજ કરવામાં આવેલા ઓર્ડરમાં સુરત શહેરમાંથી ચાર એસીપી અને ગ્રામ્યમાંથી બે એસીપીની બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરામાંથી પણ બદલીઓ કરાઈ છે.

સુરત ગ્રામ્યમાં મુખ્ય મથકમાં નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી. ચૌધરીની બદલી કચ્છ(પૂર્વ) અંજાર ખાતે કરાઈ છે. અને સી.એમ.જાડેજાની બદલી તાપી જિલ્લામાં વ્યારા ખાતે કરાઈ છે. જ્યારે શહેરમાં ડી-ડિવિઝનના એસીપી ડી.જે.ચાવડાની બદલી વડોદરા એ-ડિવિઝનમાં કરાઈ છે. સુરત બી-ડિવીઝનના અભિજીત એમ. પરમારની બદલી સુરત રેન્જ મોર્ડનાઈઝેશન ખાતે કરવામાં આવી છે. જી-ડિવીઝનમાં ફરજ બજાવતા એસ.એમ.પટેલ (મેડાત) ની બદલી અમદાવાદ ખાતે એન-ડિવિઝનમાં કરાઈ છે.


એફ-ડિવિઝનમાં ફરજ બજાવતા જે.કે.પંડ્યાની બદલી અમદાવાદ આઈ.બીમાં કરાઈ છે. અને સુરતમાં આવનાર ડીવાયએસપીમાં મહેસાણા એસસીએસટી સેલના એસીપીને સુરત ડી-ડિવિઝનમાં મુકાયા છે. જ્યારે પાટણ મુખ્ય મથકના એસીપી જે.ટી.સોનારાને સુરત બી-ડિવિઝનમાં મુકાયા છે. બોટાદ એસસીએસટી સેલના એસીપી ઝેડ.આર.દેસાઈને સુરત જી-ડિવિઝનમાં મુકાયા છે. તાપી જિલ્લામાંથી આર.એલ.માવાણીને સુરત એફ-ડિવિઝનનો ચાર્જ અપાયો છે. ગાંધીનગર આઈબીમાંથી બી.કે.વનારને સુરત ગ્રામ્યમાં મુકાયા છે. અમદાવાદ પશ્ચિમ રેલ્વેમાંથી દીપ વકીલને સુરત એચ-ડિવિઝનમાં બદલી કરાઈ છે. વડોદરા બી-ડિવિઝનના એસીપી બી.એ.ચૌધરીને સુરત પશ્ચિમ રેલ્વેમાં મુકાયા છે.

છેલ્લા ચાર કે સાડા વર્ષમાં પોતાની વગના આધારે મલાઈદાર પોસ્ટિંગ મેળવનાર ડીવાયએસપીને હવે સહન કરવાનો વારો તેવી પણ સંભાવના છે. એક આખી સિન્ડિકેટ ડીવાયએસપીઓના પોસ્ટિંગમાં જ્ઞાતિવાદ આધારિત બદલીઓ કરવા તેમજ ઉધરાણા કરવા માટે ગાંધીનગરમાં તો બદનામ થઈ ગયેલી છે. આ સિન્ડિકેટ સામે પગલા લેવા પણ દિલ્હી દરબારમાંથી દાદાની સરકાર પર સૂચના આવી ગયેલી છે. રૂપાણી સરકાર ગઈ તેની પાછળનું એક કારણ આ પોલીસ અધિકારીઓના જ્ઞાતિવાદ આધારિત પોસ્ટિંગ પણ હતા.

Most Popular

To Top