દ્વારકામાં 37 હજાર આહિરાણીઓએ રચ્યો ઇતિહાસ, પારંપારિક મહારાસમાં દોઢ લાખથી વધુ લોકો જોડાયા – Gujaratmitra Daily Newspaper

Gujarat

દ્વારકામાં 37 હજાર આહિરાણીઓએ રચ્યો ઇતિહાસ, પારંપારિક મહારાસમાં દોઢ લાખથી વધુ લોકો જોડાયા

દ્વારકા: દ્વારકામાં (Dwarka) રવિવારે એટલે કે 24 ડિસેમ્બરે નંદગામ પરિસર ખાતે બ્રહ્મમુહૂર્તમાં સવારે 5 વાગ્યે 37,000 આહિરાણીઓ મહારાસ પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના (Shree Krishna) પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા. જેની સ્મૃતિરૂપે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પારંપારિક કાર્યક્રમના મુખ્ય આયોજનમાં આજે તારીખ 24મીના રોજ સવારે 5 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં દ્વારકામાં રુક્ષ્મણી માતાના મંદિરની પાછળના ભાગે આવેલા વિશાળ ગ્રાઉન્ડ ખાતે 37,000થી વધુ આહીરાણીઓ પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને રાસ રજૂ કર્યું છે.

આ રાસની સમાપ્તિ પછી ખૂબ જ વ્યવસ્થિત રીતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ રાસ રજૂ કરવા શાંતિ યાત્રા કાઢવામાં આવશે. તેમજ રાસ રચી વિશ્વના કલ્યાણ અર્થે શ્રીકૃષ્ણ સમક્ષ પ્રાર્થના કરવામાં આવશે. ત્યાર બાદ સવારે 7 વાગ્યે આબુથી બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના બી.કે.ઉષાદીદી નારી તું નારાયણીનો સંદેશ આપવા સાથે ગીતા સંદેશ પણ આપવામાં આવ્યું છે.. આ સાથે ઉપસ્થિત તમામ લોકો તથા આમંત્રિતોને સમુહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top