ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં એકાદ ડિગ્રી ઠંડીમા વધઘટ રહેવા પામી છે. જો કે એકંદરે ઠંડી (Cold) હવે વિદાય લઈ રહી હોય તેવો માહોલ લાગી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં નલિયા તથા દિવમાં 15 ડિગ્રી ઠંડી નોંધાવા પામી હતી. રાજ્યના અન્ય શહેરોમાં પણ ઠંડી સતત ઘટી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં આગામી પાંચેક દિવસ દરમ્યાન ઠંડીમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી.
- રાજ્યમાંથી ઠંડીની બિલ્લી પગલે વિદાય, તાપમાન વધવા લાગ્યું
- નલિયા અને દીવમાં 15 ડિગ્રીને બાદ કરતાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ
અમદાવાદના એરપોર્ટ કેમ્પસ સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ અમદાવાદમાં 20 ડિ.સે., ડીસામાં 18 ડિ.સે., ગાંધીનગરમાં 19 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 20 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે., ભૂજમાં 19 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., કંડલા પોર્ટ 21 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 19 ડિ.સે., અમરેલી 18 ડિ.સે., ભાવનગરમાં 20 ડિ.સે., રાજકોટમાં 19 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 20 ડિ.સે. અને કેશોદમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.