Business

ભૂપેન્દ્ર પટેલ સાથે વિશ્વની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપની FedExના પ્રતિનિધિમંડળની ગાંધીનગરમાં બેઠક

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિશ્વની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપનીઓ પૈકીની એક અગ્રણી FedExના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. FedExનું આ પ્રતિનિધિમંડળ કવલ પ્રિત, રિજિયોનલ પ્રેસિડેન્ટ AMEAના નેતૃત્વમાં ગાંધીનગરની મુલાકાતે આવ્યું હતું. FedExના આ પ્રતિનિધિમંડળે ગિફટસિટીમાં તેમના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાની સંભાવનાઓ ચકાસવા ગિફટસિટીની મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સંદર્ભે પ્રતિનિધિમંડળે મુલાકાત બેઠક યોજી હતી.

FedEx ભારતમાં વિવિધ સ્તરે રિજિયોનલ લીડરશીપ રોલની ભૂમિકા માટે સક્રિયપણે વિચારાધીન છે એટલું જ નહીં, ગ્લોબલ ઓપરેશનને સહાયરૂપ થવા સેન્ટર ઓફ એક્સલન્સ પણ સ્થાપવા ઇચ્છુક છે. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં કવલ પ્રિતે કહ્યું હતું કે, આવા સેન્ટર ઓફ એક્સલન્સ આઇ.ટી., ફાયનાન્સ, સેલ્સ, માર્કેટીંગ, હ્યુમન રિસોર્સિસ જેવા સેકટરોમાં સહયોગી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે FedExને ગિફટસિટીમાં તેમના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે સરકારના જરૂરી સહયોગની તત્પરતા દર્શાવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં IT અને ITeS પોલિસી (ર૦રર-ર૦ર૭) અન્વયે આપવામાં આવતા ઇન્સેન્ટીવ્ઝ-પ્રોત્સાહનની પણ વિસ્તૃત વિગતો આપી હતી. ગિફટસિટી પણ અદ્યતન આંતરમાળખાકીય સુવિધા, ફાયનાન્સ અને આઇ.ટી. સેકટરમાં કુશળ પ્રતિભા સંપન્ન વર્કફોર્સ, સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝ અને ટેક્ષ ઇન્સેન્ટીવ્ઝના પ્રોત્સાહનો આપે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું

Most Popular

To Top