ગાંઘીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરબદલ થયાના મોટા સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનું તેઓનું પદ પરત લેવાઈ ગયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તે સમયે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ભુપેન્દ્ર પટેલ દ્વારા શનિવારે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મક્કમ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગ પરત લેવાયુ છે ત્યાં જ આરએનબી વિભાગ પૂર્ણેશ મોદી પાસેથી પરત લેવામાં આવ્યું છે. મળતી માહિતી મજબ કેબિનેટ મંત્રાલય તો સીએમ પાસે જ રહેશે. આ નિર્ણયના કારણે રાજકારણમાં ગરમાટાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે મક્કમતાએ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના બે સિનિયર મંત્રીઓ પાસેથી તેમના મંત્રાલય આંચકી લેવામાં આવ્યા છે. જોકે વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રકારના નિર્ણય શા માટે લેવામાં આવ્યા તે અંગે કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં ફરીથી ગરમાટો આવી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ પૂર્ણેશ મોદી પાસે માર્ગ મકાન લઈને જગદીશ પંચાલને આ વિભાગની સોંપણી કરવામાં આવી છે.