Gujarat

વિધાનસભાગૃહમાં દિવંગત સાત જેટલા પૂર્વ-સભ્યોને શોકાંજલિ અપાઈ

ગાંધીનગર : ૧૪મી ગુજરાત વિધાનસભાના ૧૧મા સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા અને મુખ્યમંત્રી (PM) ભૂપેન્દ્ર પટેલે ગૃહના દિવંગત પૂર્વ સભ્યોના દુઃખદ અવસાન (Death) અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી સ્વ. ભગુભાઈ ગોમાનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. તારાચંદ જગદીશભાઈ છેડા તથા ગુજરાત રાજ્યના પૂર્વ સભ્ય સ્વ. સુરેન્દ્રસિંહ નેત્રપાલસિંહ રાજપૂત, સ્વ. ઘનશ્યામ વેલશીભાઈ ઠક્કર, સ્વ. ઈશ્વરભાઈ નરસિંહભાઈ વહિઆ, સ્વ. મગનસિંહ ચિમનસિંહ વાઘેલા અને સ્વ. ભરતભાઈ વશરામભાઈ ખેરાણીના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખોમાં આ સૌ દિવંગત સભ્યોની જાગતિક જન પ્રતિનિધિ અને પ્રજા સેવક તરીકેની સેવા ભાવના, કર્તવ્ય પરાયણતાનું સ્મરણ કર્યું હતું.

વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ એ તેમ જ સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ પણ આ દિવંગત સભ્યોને ભાવાંજલિ આપી હતી. વિધાનસભા અધ્યક્ષ ડો.નીમા બહેન આચાર્યએ પણ દિવંગત પૂર્વ સભ્યોને અંજલિ આપી હતી .મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત સભ્યોના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી હતી.ત્યાર બાદ સમગ્ર સભાગૃહે બે મિનિટનું મૌન પાળીને દિવંગત પૂર્વ સભ્યોના આત્માની શાંતિની પ્રાર્થના કરી હતી.

ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે : ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના ‘ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સ પર રાષ્ટ્રીય કાર્યક્રમ’ પર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ટ્રેન્ચ II) ના અમલીકરણની દરખાસ્તને મંજૂરી આપી છે. ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ (GW) સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે રૂ.19,500 કરોડ ખર્ચ-જોગવાઈ રાખવામાં આવી છે. ઉચ્ચ કાર્યક્ષમતા સૌર પીવી મોડ્યુલ્સ પરના રાષ્ટ્રીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સના ઉત્પાદન માટે ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે અને આ રીતે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આયાત નિર્ભરતા ઘટાડવાનો છે. તે આત્મનિર્ભર ભારત પહેલને મજબૂત કરશે અને રોજગારીનું સર્જન કરશે.

સોલર પીવી ઉત્પાદકોની પસંદગી પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. સ્થાનિક બજારમાંથી ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલના વેચાણ પર સૌર પીવી ઉત્પાદન પ્લાન્ટના કમિશનિંગ પછી 5 વર્ષ માટે PLI નું વિતરણ કરવામાં આવશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે તેવી અપેક્ષા વ્યકત કરી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની પહેલને મજબૂત કરવામાં પીએમ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનો આ નિર્ણય ઉપયુકત બનશે

આ યોજનામાંથી જે અપેક્ષિત પરિણામો/લાભ થવાના છે તે આ મુજબ છે.
(૧) એવો અંદાજ છે કે લગભગ 65,000 મેગાવોટ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સંપૂર્ણ અને આંશિક રીતે સંકલિત, સૌર પીવી મોડ્યુલો સ્થાપિત કરવામાં આવશે
(૨) આ યોજના લગભગ રૂ.94,000 કરોડનું સીધું રોકાણ લાવશે.
(૩) ઈવીએ, સોલર ગ્લાસ, બેકશીટ વગેરે જેવી સામગ્રીના સંતુલન માટે ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ
(૪) લગભગ 1,95,000 લોકોને પ્રત્યક્ષ રોજગાર અને લગભગ 7,80,000 વ્યક્તિઓને પરોક્ષ રોજગાર.
(૫) અંદાજે રૂ.1.37 લાખ કરોડની આયાત અવેજી
(૬) સોલર પીવી મોડ્યુલ્સમાં ઉચ્ચ કાર્યક્ષમતા હાંસલ કરવા સંશોધન અને વિકાસને પ્રોત્સાહન

Most Popular

To Top