Gujarat

આ ધટના પછી બ્લેક મનીનું ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના

ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) એક અગ્રણી બિલ્ડર પાસેથી 30 લાખની લાંચ લેવના કેસમાં નાસતા ફરતા અધિક આયકર કમિશ્નર સંતોષ કરનાનીની ધરપકડ માટે સીબીઆઈએ (CBI) આકાશ – પાતાળ એક કરી દીધુ છે. વધારામાં ઓછુ આજે સીબીઆઈએ સંતોષ કરનાની ધરપકડ થાય તેવી માહિતી આપનારને 1 લાખનું ઈનામ (Prize) આપવાની જાહેરત કરી દીધી છે.

આયકરની એક ટીમે અમદાવાદમાં એક અગ્રણી બિલ્ડર સામે સર્ચ કરી હતી. જેમાંથી મોટા પાસે બ્લેક મની મળી આવે તેવા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તે પછી આ આયકર અધિકારીઓની ટીમે પોતાનો રિપોર્ટ સંતોષ કરનાનીને સુપ્રત કરી દીધો હતો. ત્યાર બાદ જ કરનાનીએ બિલ્ડરને બોલાવીને રીતસરનો ધમકાવીને તેની પાસેથી ભીનું સંકેલી લેવા માટે મોટી રકમ માંગી હતી. ચર્ચાના અંતે બિલ્ડરને એવુ કહેવામાં આવ્યું હતું. એસજી હાઈવે પર એક આઁગડિયા પેઢીની ઓફિસમાં 30 લાખ જમા કરાવવા કહયું હતું.

આ રકમ જમા કરાવ્યા બાદ બિલ્ડરે એસીબીને ફરિયાદ કરતાં એસીબીની ટીમ ઈન્કમટેક્ષ ઓફિસમાં પહોચી હતી. એવામાં સંતોષ કરનાની બધાની વચ્ચેથી ભાગી ગયા હતા. એકાદ દિવસ એસીબીની તપાસ ચાલી અને દિલ્હી દરબારમાંથી આવેલી સૂચના મુજબ આ કેસ , વધુ તપાસ માટે સીબીઆઈને સોંપી દેવાયો હતો.

પહેલા તો સીબીઆઈની ટીમે 30 લાખ જપ્ત કરી લીધા હતા. તે પછી એસજી હાઈવે પર ખાનગી આંગડિયા પેઢીની ઓફિસમાં સર્ચ કરીને વાંધાનજક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. અમદાવાદના બિલ્ડરે જે એકાઉન્ટમાં આ પેઢીમાં 30 લાખ જમા કરાવ્યા હતા. તે અમદાવાદના અગ્રણી ઉદ્યોગકરા માલવ મહેતાનું એકાઉન્ટ હતુ.એટલે સીબીઆઈની ટીમે આ ઉદ્યોગકારના એકાઉન્ટમાં કેટલાં રૂપિયા આવ્યા તેની વિગતો ચકાસતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

હવે આ ઉદ્યોગકારની આગોતરા જામીન અરજી પણ રદ કરી દેવાઈ છે. જયારે અધિક આયકર કમિશ્નર સંતોષ કરનાની નાસતા ફરે છે. સંતોષ કરનાની સામે તપાસ દરમ્યાન સીબીઆઈએ 41 લાખના રોકાણના દસ્તાવેજો તથા રોકાણ અને ફિકસ ડિપોઝીટ શોધી કાઢી છે. સીબીઆઈની ટીમે ખાનગી આંગડિયા પેઢીના માલિક પિતા – પુત્રને પણ ઉઠાવી લીધા છે. જેના પગલે બ્લેક મનીનું ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top