National

ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમડળ: દક્ષિણ ગુજરાતનો દબદબો, જાણો કોને કયું ખાતું મળ્યુ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 24 મંત્રીના કેબિનેટની (Cabinet) રચના બાદ ગુરૂવારે મોડી સાંજે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો છે. કેબિનેટના સૌથી યુવા મંત્રી સુરતના હર્ષ સંઘવીને (Harsh Sanghvi) ગૃહ મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ફાળે રાજ્યમાં પ્રથમવાર નાણામંત્રાલય આવ્યું છે. વલસાડના પારડીના કનુભાઈ દેસાઈને નાણામંત્રાલય ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યમાં સુરતના ચાર પ્રધાન એક કેન્દ્રમાં
રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળમાં પૂર્ણેશ મોદીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. જ્યારે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, ઓલપાડના મુકેશ પટેલ અને કતારગામના વિનુ મોરડીયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. જ્યારે થોડા સમય અગાઉ કેન્દ્રીય પ્રધાન મંડળના વિસ્તરણ વખતે સુરતના સાંસદ દર્શના જરદોષને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી બનાવીને સુરતને એક સાથે રાજ્યના ચાર અને કેન્દ્રમાં એક મંત્રી બનાવવામાં આવ્યાં છે.

સુરત પશ્ચિમ વિધાનસભાના પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન તથા વાહન વ્યવહાર ઉપરાંત નાગરીક ઉડ્ડન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સુરત ઓલપાડના મુકેશ પટેલને કનુભાઈ દેસાઈ સાથે કૃષિ મંત્રાલયનો ભાર સોંપવામાં આવ્યો છે. સિનીયર નેતાઓમાં ભૂતપૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને શિક્ષણ મંત્રાલયનો જ્યારે સિનીયર રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદા વિભાગનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

કેબિનેટ મંત્રીઓને આ ખાતાનો પ્રભાર સોંપાયો
ભૂપેન્દ્ર પટેલ: મુખ્યમંત્રી, વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિભાગો
કનુ દેસાઈ: નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
રાજેન્દ્ર ત્રિવેદી: મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જિતુ વાઘાણી: શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાદ્યોગિક
ઋષિકેશ પટેલ: આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદી: માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજી પટેલ: કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
કિરીટસિંહ રાણા: વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશ પટેલ: આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદીપ પરમાર: સામાજીક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ચૌહાણ: ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

રાજ્યકક્ષાના મંત્રીઓને આ સ્વતંત્ર પ્રભાર સોંપાયો
હર્ષ સંઘવી: ગૃહ, રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન
જગદીશ પંચાલ: વિશ્વકર્મા કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
બ્રિજેશ મેરજા: શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુ ચૌધરી: કલ્પસર, કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠોમત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા
મનીષા વકીલ: મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા

રાજ્યકક્ષાના મંત્રીઓને આ ખાતા ફાળવાયા
મુકેશ પટેલ: કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષાબેન સુથાર: આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદ રૈયાણી: વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેરસિંહ ડિંડોર: ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કીર્તિસિંહ વાઘેલા: પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમાર: અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણા: સામાજીક ન્યાય અને અધિકારીતા
વિનુ મોરડિયા: શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ
દેવા માલમ: પશુપાલન અને ગૌ સંવર્ધન

Most Popular

To Top