Gujarat

લો બોલો, ગુજરાતીઓ જ નથી જાણતા કે રાજ્યના નાણામંત્રી કોણ છે?

ગાંધીનગર: આજથી ગુજરાત (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Budget Session) ની શરૂઆત થઇ ગઈ છે. 31 માર્ચ (March) સુધી આ સત્ર ચાલશે. જેમાં આવતી કાલે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ ચૂંટણી પહેલા રજૂ થઇ રહ્યું છે. જેને લઈ સૌ કોઈની નજર બજેટ પર છે. બજેટને લઈ જ્યારે ગુજરાતીઓને પૂછવામાં આવ્યું કે ગુજરાતના નાણામંત્રી (Finance Minister) કોણ છે તો લોકો ગોથે ચઢી ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનાં લોકો જ નથી જાણતા કે રાજ્યના નાણા મંત્રી કોણ છે.

ગુજરાતના નાણામંત્રીની વાત કરીએ તો ગુજરાતની 70 ટકા પ્રજાને નાણામંત્રીનું નામ નથી આવડતું. મોટેભાગે લોકો હજી પણ નાણામંત્રી તરીકે નિર્મલા સીતારામન, અમિત શાહ, રૂપાણીનું નામ લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) છે. તેઓ આવતી કાલે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે.

નવી સરકારના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણમંત્રી વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો સતત સોશિયલ મીડિયા થ્રૂ અક્ટિવ રહે છે અને તેઓ આપણને ટીવી પર કે પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળે છે, પરંતુ નાણામંત્રી કનુભાઈ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. તેથી લોકો તેમનાથી પરિચિત નથી. આવતી કાલે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2022-23 ના ફાઈનાન્શિયલ વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં કેટલાક મહત્વના 7 બિલ અને 2 સરકારી બિલ પણ રજૂ કરવામાં આવશે.

કોણ છે કનુભાઈ દેસાઈ?
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ચૂંટાયેલા કનુભાઈ દેસાઈને ગત સપ્ટેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાણામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા. કનુભાઈ દેસાઈ પારડીના ઉમરસાડીના દેસાઈ પરિવારમાંથી આવે છે, તેમણે ભાજપના મહામંત્રી પદથી રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મત જીતી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતથી જીત મેળવી હતી. કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખપદે સાત વર્ષ સુધી રહ્યા. પ્રમુખ બન્યા બાદ કૉંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.

2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કરે તેવી શક્યતા
આજથી શરૂ થનારા વિધાનસભા બજેટ સત્રમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે. તો ગુરુવારે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ વિધાનસભામાં સૌ પ્રથમવાર રજૂ કરશે. તેઓ વર્ષ 2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કરશે તેવી શક્યતાઓ છે. આ વખતે ચૂંટણી પહેલા બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેથી બજેટ સત્ર તોફાની બનશે તેવી શક્યતાઓ છે. ચૂંટણી પહેલાના આ બિલ પર વિપક્ષ સહિત સૌ કોઈને નજર છે. આ ઉપરાંત વિધાનસભા સત્રમાં 7 જેટલા મહત્વપૂર્ણ બિલ સરકાર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. સત્રમાં 2 સરકારી બિલ પણ રજૂ કરવામાં આવશે. 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા સંકુલમાં કેબિનેટ બેઠક મળશે.જેમાં રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા થશે. સાથે જ સરકારની રણનીતિ અંગે પણ ચર્ચા થશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવશે. કોંગ્રેસની માંગ હતી કે રાજ્ય સરકારની કામગીર પ્રજાને ખ્યાલ આવે તે માટે બજેટને લાઈવ પ્રસારણ થવું જોઈએ, પરંતુ રાજય સરકારે આ મુદ્દો કોર્ટમાં સબજયુડીશ છે અને કોર્ટ મેટર હોવાથી લાઇવ પ્રસારણની થઇ શકે તેમ નથી જણાવી કોંગ્રેસની માગણીને કોર્ટે સ્વીકારી ન કરી હતી.

Most Popular

To Top