SURAT

મોબાઇલ કે કેલક્યુલેટર લઇને બોર્ડની પરીક્ષા આપવા ગયા તો પોલીસ કેસ થશે

સુરત: ગુજરાત (Gujarat) બોર્ડની (Bord) માર્ચ-૨૦૨૩માં (March) યોજાનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં (Exam) ગેરરીતિના કેસો બનતા અટકે તેવું આયોજન કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા શિક્ષા કોષ્ટક શાળાના નોટિસ બોર્ડ ઉપર લગાવવા સૂચના આપવામાં આવી છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક યંત્ર લાવશે તો, તે પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ થશે તેમજ ત્યારબાદ બે વર્ષ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને વિદ્યાર્થી સામે પોલીસ કેસ નોંધાવવામાં આવશે.

  • વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા શિક્ષા કોષ્ટક શાળાના નોટિસ બોર્ડ ઉપર લગાવવા સૂચના
  • શાળા કક્ષાએ યોજાતી પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષાની કાર્યપદ્ધતિ અપનાવામાં આવે
  • પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું અંગોતરુ આયોજન

પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર માર્ચ-૨૦૨૩માં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું અંગોતરુ આયોજન કરવું જરૂરી છે. આ સંદર્ભે ગેરરીતિ કેસ બને તો ક્યાં પગલાં લેવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થી અવગત બને અને સ્વસ્થ જાગૃત માનસિકતા અને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા માટે સજ્જ બને તે જરૂરી છે. શિક્ષા કોષ્ટકની કોપી શાળાના નોટિસ બોર્ડ પર લગાવવી. શિક્ષા કોષ્ટક એટલે ક્યાં ગેરરીતિ કેસ સામે ક્યાં પગલાં લેવામાં આવે તેની માહિતી પ્રાર્થના સભામાં શિક્ષા કોષ્ટકનું વાંચન કરવામાં આવે.

ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક યંત્ર સાથે લઈને આવશે તો, તે પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ થશે
તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા વક્તવ્ય યોજવામાં આવે. પરીક્ષામાં પ્રમાણિકતા અંગેના વિષય પર નિબંધ કે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવે. શાળા કક્ષાએ યોજાતી પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષાની કાર્યપદ્ધતિ અપનાવામાં આવે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી પરીક્ષાખંડમાં મોબાઈલ અથવા સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક યંત્ર સાથે લઈને આવશે તો, તે પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ થશે, તેમજ ત્યારબાદ બે વર્ષ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને વિદ્યાર્થી સામે પોલીસ કેસ કરવામાં આવશે.

Most Popular

To Top