ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની (1oth 12th) બોર્ડની પરીક્ષાઓ (Board Exam) જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ઉપરાંત રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને (Student) આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે તેવું જાહેર કરાયું છે.
રાજ્યના 10મા અને 12માના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. જણાવી દઈએ કે બુધવારે સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી હતી. હવે રિવ્યૂ મીટિંગ કરીને નવી તારીખો જાહેર કરાશે. પીએમ મોદી સાથેની બેઠક બાદ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ નિર્ણય લેવાયો છે.
ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો આ નિર્ણય
હાલ ધોરણ 10 (10th Class)બોર્ડની મરજિયાત વિષયની પરીક્ષાઓ નહિ લેવાય. કોરોનાની પરિસ્થિતિને કારણે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળા કક્ષાની આ પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા જાહેર કરાયુ કે, બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કુલોએ આ મરજીયાત વિષયની પરીક્ષા લેવાની રહેશે. ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે. આ પહેલાં સ્કૂલોને 15થી 30 એપ્રિલ દરમિયાન શાળા કક્ષાની સૂચના અપાઈ હતી. જોકે કોરોનાની સ્થિતિની જોતાં એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને SSC બોર્ડની પરીક્ષા (board exam) સંદર્ભે પત્ર લખીને આ અંગે જાણ કરાઈ છે.