નવી દિલ્હી: આજે રામનવમીના (Ram Navmi) અવસર પર દેશભરમાં શોભાયાત્રા (ShobhaYatra) નીકળી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ માહિતીઓ મળી આવી છે. કોઈ જગ્યા પર પથ્થરમારો (throw stones) થયો છે તો કયાંક હવન કરતી વખતે છત ધસી પડી છે તો કયાંક સાર્વજનિક જગ્યાઓ ઉપર હુમલાઓ (Attack) થયા છે. જાણકારી મળી આવી છે શોભાયાત્રા કાઢતી વખતે ગુજરાતના વડોદરા શહેરમાં બે વખત પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત બંગાળના હાવડામાં એક જૂલૂસ કાઢવામાં આવ્યું હતું જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લખનૌમાં પણ બે જૂથો બાખડયા હતા જો કે તેઓ વચ્ચે માત્ર બોલાચાલી જ થઈ હતી.
ગુજરાતના વડોદરામાં પથ્થરમારો
ગુજરાતના વડોદરા શહેરમાં ફતેહપુર વિસ્તારમાં સવારના સમયે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમ્યાન કેટલાક લોકોએ આ જૂથ ઉપર પથ્થરમારો કર્યો હતો. સાંજના સમયે જયારે ફરીથી અહીં શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે ફરીથી અહીં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં બાળકો સહિત મહિલાઓ પણ હતી. આ ધટનાના વિડિયો પણ સામે આવ્યા હતા જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા હોય તેવું નજરે ચઢી રહ્યું છે. આ ધટના પછી સરકારની આંખ ઉધડી હતી. ગુજરાતના ગૃહમંત્રીએ આ ધટના અંગે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
બંગાળમાં પણ આવી જ ધટના ધટી હતી. બંગાળના હાવડાના શિવપુરમાં રામનવમીની શોભા યાત્રા નીકળી રહી હતી. માહિતી મુજબ આ શોભાયાત્રા વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળના લોકોએ કાઢી હતી તે સમયે અહીં હિંસા થઈ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરા સ્થિત રામમંદિરની બહાર રાત્રિના 12.30 કલાકે બે યુવકો વચ્ચે નાની બોલાચાલી થઈ હતી. આ પછી કેટલાક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ પછી પથ્થરમારો શરૂ થયો. બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. બદમાશોએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.
ભૂલશો નહીં કે કોર્ટ છે, જે તમને છોડશે નહીં: મમતા બેનર્જી
રામ નવમીના અવસર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન પણ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે આણંદ સાથે સૌએ રેલી કરવી જોઈએ. પરંતુ રમઝાન મહિનો ચાલી રહ્યો છે તે ધ્યાનમાં રાખીને મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થવાનું ટાળો. ભાજપના લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે તેઓ હથિયાર લઈને બહાર આવશે. તેના પર હું કહેવા માંગુ છું કે ભૂલશો નહીં કે કોર્ટ છે, જે તમને છોડશે નહીં.
હવે હાવડામાં હિંસા બાદ ફરીથી સીએમ મમતાનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું, ‘મારી આંખ અને કાન ખુલ્લા છે. હું બધું જોઈ શકું છું. મેં પહેલેથી જ ચેતવણી આપી હતી કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી યાત્રા ન કાઢવામાં આવે. મેં પહેલા જ કહ્યું હતું કે રામ નવમી પર રેલી કાઢવામાં આવે તો હિંસા થઈ શકે છે. મમતાએ વધુમાં હિન્દુ સંગઠનો પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું, ‘રમઝાનનો સમય છે. આ સમયે મુસ્લિમ સમુદાય કંઈ ખોટું કરી શકે નહીં. મમતાએ આગળ રેલી કાઢી રહેલા લોકો પર સવાલો ઉઠાવ્યા. તેણીએ કહ્યું, બુલડોઝર અને તલવારો લાવવાની પરવાનગી કોણે આપી? મેં સાંભળ્યું છે કે લોકો બુલડોઝર લઈને હાવડા રેલીમાં પહોંચ્યા હતા. તેઓને આવી હિંમત ક્યાંથી મળી? આનો જવાબ કોણ આપશે? અમે કડક કાર્યવાહી કરીશું.
આ ઘટના પર બીજેપી નેતા અમિત માલવિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હાવડા હિંસા માટે મમતા બેનર્જી જવાબદાર છે. મમતાએ હિન્દુઓને ધમકી આપી છે.