Gujarat

30મી મેએ મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ : કેન્દ્રની સિદ્ધિઓનો ગામેગામ પ્રચાર કરાશે

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા હાલમાં ભાજપની અંદર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં વિધાનસભાની ચૂંટણી પર લંબાણપૂર્વકની મહત્વની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત આગામી તા.30મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે તા.1લી જૂનથી રાજ્યભરમાં એક સપ્તાહ માટે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિશે પ્રચાર અભિયાન શરૂ કરાશે. તા.30મી મેના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આ કેન્દ્રની સિદ્ધિઓ અંગે પુસ્તકનું વિમોચન કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ પરષોત્તમ રૂપાલા તથા તથા કેબીનેય મંત્રીઓ, સંગઠ્ઠના સિનિયર પધાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કારોબારી બેઠક અંગે ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે 1 લી જૂનના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ મીડિયા સાથે વાતચીત કરશે. 75 કલાક સુધી ભાજપના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની વચ્ચે જશે, એટલું જ નહીં કેન્દ્રની સિદ્ધિઓ વિશે વાત કરશે. આગામી નજીકના દિવસોમાં વિસ્તારક યોજના અમલમાં આવશે. જેના ભાગરૂપે વિસ્તારકો તથા પેજ સમિતિના સભ્યો, બુથ સમિચિના સભ્યો ભેગા મળીને બુથ સ્તરે લોકોનો સંપર્ક કરીને કેન્દ્ર તથા રાજય સરકારની સિદ્ધિઓની વાત કરશે. રાજકિય ઠરાવમાં પેટ્રોલ તથા ડિઝલના ભાવ ઘટાડા માટે કેન્દ્રના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પાર – તાપી લીન્ક યોજના પડતી મૂકાઈ તે મુદ્દે રાજ્ય સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

Most Popular

To Top