Gujarat

કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર પોરબંદરમાં ભાજપ કાર્યાલય બની ગયું : મોઢવડિયા

ગાંધીનગર : વિધાનસભામાં કોંગ્રેસના (Congress) ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં (Porbandar) ગેરકાયદેસર બાંધકામ અંગે મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે પોરબંદર ભાજપ (BJP) જિલ્લાનું કાર્યાલય તેની મંજૂરી કાયદેસર મળવાપાત્ર હોવા છતાં કોઈપણ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વગર બાંધકામ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2018 થી આજ દિવસ સુધી પોરબંદર નગર પાલિકામાં આવેલ બાંધકામ માટેની 3000 જેટલી ઓફલાઈન અરજીઓને ટીપી કમિટીએ મંજૂરી આપી હતી. જેમાંથી 2700 કલેક્ટરે નામંજૂર કરી હતી, કારણ કે ટીપી કમિટીએ આ તમામ મંજૂરીઓ ગેરકાયદેસર રીતે આપેલી હતી. જેના કારણે આ ટીપી કમિટીને બરખાસ્ત કરવા માટેની દરખાસ્ત મુખ્યમંત્રીના કાર્યલયમાં પડતર છે. છતાં ટીપી કમિટીને બરખાસ્ત કરવામાં આવતી નથી.

આ બાબતે વિધાનસભામાં સરકારનું ધ્યાન દોર્યુ હતું, તેમજ સાથે એ વિનંતી પણ કરી છે કે અત્યાર સુધી જેટલા બાંધકામો થયા છે તેને કાયમી કરી આપવામાં આવે, પરંતુ ભવિષ્યમાં ફરી ગેરકાયદેસર બાંધકામ ના થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે.

Most Popular

To Top