ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Election) કાર્યક્મ જાહેર કર્યો તેના પગલે ભાજપ – કોંગ્રેસે (BJP-Congress) હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. ભાજપની આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આરંભ થયો છે. જેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સહિતના પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 13 જિલ્લાની 47 બેઠકોના ઉમેદવારોની મહત્વની ચર્ચા કરાઈ હતી. જેમાં નિરીક્ષકોએ પોતાના રિપોર્ટ રજૂ કર્યા હતા. પ્રદેશ નેતાઓની બેઠક પૂર્ણ થયા પછી અમીત શાહ, ભૂપેન્દ્ર પટેલ તથા સી આર પાટીલ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પણ ઉમેદવારો અંગે ચર્ચા થવા પામી હતી. આગામી ચાર દિવસ માટે આ બેઠક ચાલશે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી કરવા માટે દિલ્હીમાં સતત બેઠકો ચાલી રહી છે. આપ દ્વ્રારા જુદા જુદા પાંચ કરતાં વધુ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે.
ચૂંટણીની જાહેરાત થઈ જતાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બનાવી
By
Posted on