Gujarat

લો બોલો.. પિતા સાથે ઝધડો થતાં પાકિસ્તાની યુવક સીમા ઓળંગી ભારત આવી ગયો

ગાંધીનગર: (Gandhinagar) બીએસએફના (BSF) જવાનોએ ગઈ રાત્રે બનાસકાંઠાના સાંતલપુર પાસે બાલાસર પોલીસ મથકની હદમાં કુડા – છાપરિયા રોડ પરથી એક પાકિસ્તાની યુવકને (Pakistani Boy) ઝડપી લીધો છે. આ યુવકને તેના પિતા સાથે ઝધડો થયો હતો. જેના પગલે તે રિસાઈને સીમા ઓળંગીને બનાસકાંઠા આવી ગયો હતો.

  • સાંતલપુર પાસે બીએસએફના જવાનોએ પકડીને પાકિસ્તાની રેન્જર્સને સોંપ્યો
  • યુવક કુડા – છાપરિયા રોડ પરથી મળી આવ્યો હતો, તેની પૂછપરછ કરતાં તેનું નામ ગુમાનો હોવાનું જાણવા મળ્યુ હતું
  • યુવક પાકિસ્તાનના નાગરપારકર વિસ્તારમાં ઉધેરનો વતની છે

બીએસએફના ટોચના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે , ગઈરાત્રે પેટ્રોલિંગ દરમિયાન એક યુવક કુડા – છાપરિયા રોડ પરથી મળી આવ્યો હતો. જેના પગલે તેની પૂછપરછ કરતાં તેનું નામ ગુમાનો હોવાનું જાણવા મળ્યુ હતું. તે તેના પિતા સાથે ઝધડો કરીને નીકળી ગયો હતો પાકિસ્તાનના નાગરપારકર વિસ્તારમાં ઉધેરનો વતની છે. આજે સવારે બીએસએફના સીનીયર અધિકારીઓએ વાયરલેસ પર પાક રેન્જર્સનો સંપર્ક કરીને આ ગુમાનો નામના યુવકે સોંપી દીધો હતો.ગત 5મી જાન્યુ.એ પણ બીએસએફ દ્વ્રારા આ રીતે એક પાક નાગરિકને પરત સોંપી દઈને માનવીય વલણ અપનાવ્યું હતું.

કચ્છના સીર ક્રીકમાં કમાન્ડો ઓપરેશન હજુયે ચાલુ રહેશે
ગાંધીનગર: કચ્છના સીર ક્રીકના મુખ પાસેથી એકદમ ગાઢ ધુમ્મસવાળા વિસ્તારમાં પાક માછીમારો ધૂસણખોરી કરીને આવ્યા હતા. તે પૈકી 6 પાક માછીમારો તથા 11 પાક બોટ ઝડપાઈ છે. હજુયે આ કમાન્ડો ઓપરેશન ચાલુ રહેશે. બીએસએફના ગુજરાતના આઈજી જી એસ મલિકે કહયું હતું કે , ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરની મદદ વડે 40 કમાન્ડો ક્રીક વિસ્તારમાં ઉતારવામાં આવ્યા હતા. જે છ પાક માછીમારો પકડાયા હતા તેઓની કચ્છમાં પુછપરછ પણ કરાઈ છે.

સેટેલાઈટ ઈન્ટેલીજન્સ ઈન્પુટ મુજબ 50 માછીમારો હોવાની માહિતી મળી હતી. જો કે , બીએસએફના ક્રોકોડાઈલ ફોર્સના કમાન્ડોને જોઈને તુરંત જ કેટલાંક પાક માછીમારો નાસી છૂટયા હતા જયારે કેટલાંક માછીમારો ચેરના જંગલો પાછળ સંતાઈ ગયા હતા. જે પૈકી 6 પાક માછીમારોને ઝડપી લેવાયા હતા. જયારે 11 પાકિસ્તાની માછીમારી માટેની બોટ જપ્ત કરાઈ છે. આ બોટમાંથી કાંઈ વાંધાજનક મળી આવ્યું નથી. જો કે કમાન્ડો ઓપરેશન હજુયે ચાલુ રહેશે. છ પાક માછીમારોની કચ્છમાં પુછપરછ પણ કરાઈ છે.

Most Popular

To Top