સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જોતા સુરત શહેરન જિલ્લાના અનેક વિસ્તારોમાં સ્ટેટીક ટીમ (Static Team) કડક તપાસ કરી રહી છે. તેવામાં જ ભટારમાં એક કારનું ચેકિંગ (Car Checking) કરતા જ તેમાંથી રૂ.૫૫ લાખ રોકડા (55 Lakh Cash) મળ્યા હતા. જેથી સ્ટેટીક ટીમના અધિકારીઓએ તાત્કાલિક આયકર વિભાગને (Income Tax Department) જાણ કરીને રોકડ રકમ કબ્જે કરી તિજારી કચેરીમાં જમા કરાવી હતી.આ ઘટના એમ હતી કે શુક્રવારની મોડી રાત્રે પાંડેસરા કૈલાશ ચોકડી પાસે મજુરા વિધાનસભા બેઠક હેઠળની સ્ટેટીક ટીમ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી હતી.
- ટીમ અને પોલીસ દ્વારા આ રોકડ કબ્જે કરીને આયકર વિભાગને જાણ કરવામાં આવી
- સ્ટેટીક ટીમ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી હતી.
- નાણાં સરકારી તિજોરીમાં મૂકી દેવાયા
કૈલાશ ચોકડી પાસે મજુરા વિધાનસભા બેઠક હેઠળની સ્ટેટીક ટીમ દ્વારા કડક તપાસ
તે સમયે એક કારમાંથી બેગ મળી હતી. જેમાં રોકડા રૂપિયા ૫૫ લાખ હતા. જે જોઈને સ્ટેટીક ટીમના અધિકારીઓ ચોકી ગયા હતા. જે પછી તાત્કાલિક મજુરા વિધાનસભાના આરઓ સહિતના અન્ય કર્મચારીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ રકમ ડીંડોલી – ભટારના સ્થિત શક્તિ પેટ્રોલિયમ અને ભટાર પેટ્રોલિયમના સંચાલકની હોવાનું બહાર આવ્યું છે. પણ નિયમ મુજબ આરો દ્વારા રોકડ રકમ હેરફેરની કોઈ મંજૂરી નહીં હોવાથી રૂ.૫૫ લાખની રકમ કબ્જે કરી તિજારી ઓફિસમાં જમા કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મામલે સુરત આયકર વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હોવાની વાત છે.
ઇલેક્શનને લઈ પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ.
આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. જે અંતર્ગત ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગુનાખોરી પર અંકુશ રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.