Gujarat

અમદાવાદ: 500 કરોડના ડ્રગ્ઝ કેસના મુખ્ય આરોપીનો DRIની કસ્ટડીમાં આપઘાતનો પ્રયાસ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈના (DRI) સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રથી 500 કરોડનું ડ્રગ્સ (Drugs) મળી આવ્યું હતું. આ મામલાના મુખ્ય આરોપી જીતેશ હીન્હોરીયા (પટેલ)ની ફેક્ટરી તથા ઘરે દરોડા (Raid) બાદ જીતેશએ ડીઆરઆઈની કસ્ટડીમાં ગળા અને હાથની નસ કાપી આત્મહત્યાનો (Suicide) પ્રયાસ કર્યો હતો.

  • DRI અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત તપાસ દરમિયાન આરોપીએ ગળા અને હાથની નસ કાપી
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રથી 500 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી ચોક્કસ બાતમીને આધારે મહારાષ્ટ્રના છત્રપતિ શંભાજીનગર ખાતે ગઈ 20મી ઓક્ટોબરના રોજ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોપી જીતેશ હીન્હોરીયાના ઘરે દરોડો પાડી 23 કિલો કોકેઇન, 2.9 કિલો મેફેડ્રોન તેમજ 30 લાખ રોકડા મળી આવ્યા હતા. આ મામલે આરોપી જીતેશ હીન્હોરીયા અને સંદીપ કુમાવત (બંને રહે મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી હતી.

આ મામલે મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી જીતેશ અને તેના સાગરિત સંદીપ કુમાવત સહિત ત્રણ લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરતા ઓફિસ અને ફેક્ટરીમાંથી કેટામાઇન તૈયાર કરી દવાની આડમાં પાર્સલને વિદેશમાં સપ્લાય કરતા હતા. આરોપી જીતેશ અને સંદીપ અગાઉ કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરતા હતા. આ ફાર્મા કંપનીમાં નોકરી દરમિયાન ડ્રગ્સ બનાવવાની ફોર્મ્યુલા જાણી હતી અને તે પછી આ બંનેએ ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો.

Most Popular

To Top