અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગુરૂવારે નવા 1276 કેસ નોંધાયા હતા જ્યારે 899 દર્દીઓ સાજા થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 96.42 ટકા પર આવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં બે અને સુરત મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4433 થયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે આજે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં આવતીકાલે શુક્રવારથી અમદાવાદ શહેરમાં ફરફ્યુનો (Curfew) સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં ફરફ્યુનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવારે અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે વડોદરા, સુરત, રાજકોટની સાથે અમદાવાદમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો સમય એક કલાક વધારી દેવાયો છે.
રાજ્યમાં કોરોના નવા 1276 કેસ : અમદાવાદમાં બે અને સુરતમાં એકનું મોત
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગુરૂવારે નવા 1276 કેસ નોંધાયા હતા જ્યારે 899 દર્દીઓ સાજા થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 96.42 ટકા પર આવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં બે અને સુરત મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4433 થયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન ગુરૂવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 298, સુરત મનપામાં 324, વડોદરા મનપામાં 111, રાજકોટ મનપામાં 98, ભાવનગર મનપામાં 24, ગાંધીનગર મનપામાં 14, જામનગર મનપામાં 38 અને જૂનાગઢ મનપામાં 3 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 71 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 5684 વેન્ટિલેટર ઉપર 63 અને 5621 દર્દીઓ સ્ટેબલ છે.
એક દિવસમાં વધુ 1,55,174 વ્યકિતઓને રસી અપાઈ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24,13,350 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,67,671 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,37,050 વ્યકિતઓનું રસીકરણ કરાયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને આ રાસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.