Gujarat

જીટીયુએ ભારતીય પ્રાચિન સંસ્કૃતિ અને ઇતિહાસના વારસાના કોર્સ શરૂ કર્યા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તે માટે જીટીયુ અને પૂનાના ભિષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ, ઈતિહાસ અને વારસાના 12 શોર્ટટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં દરેક પ્રકારના ટેક્નિકલ, નોન ટેક્નિકલ અને આપણા ઈતિહાસ, સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરતાં કોર્સ શરૂ કરવા જોઈએ. “જીટીયુ ધરોહર” અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં મુખ્યત્વે સ્ટડી ઑફ વેદાસ, પ્રાચીન ભારતીય વાસ્તુકલા, ભારતીય કલા, સ્ટડી ઑફ પુરાણ, પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા, વૈદિક સંસ્કૃત્તિ, સ્ટડી ઑફ ઉપનિષદ, ભારતીય સંસ્કૃત્તિ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન, પ્રાચીન ભારતીય સાહિત્ય અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવશે.

કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ આ કોર્સનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરી શકશે. જીટીયુ દ્વારા ચાલુ શૈક્ષણીક વર્ષ દરમિયાન પણ 8 નવા સર્ટીફિકેટ કોર્સથી લઈને માસ્ટર્સ લેવલના ટેક્નિકલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ફાર્મસી, એન્જીનિયરિંગ, આઈઓટી અને સાયબર સિક્યોરિટિઝ જેવા ક્ષેત્રના નવા કોર્સ, વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદાકારક થશે.

બાયોટેક્નોલોજી માટે અનુક્રમે 2 અને 1 વર્ષનો કોર્સ એમએસસી ઈન ઈન્ડસ્ટ્રીયલ બાયોટેક્નોલોજી અને પીજી ડિપ્લોમા ઈન બાયો ઈન્ફોર્મેટીક્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લાઈફ સાયન્સની કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી અરજી કરી શકશે. ધોરણ 12 સાયન્સ પાસ વિદ્યાર્થીઓ માટે પણ 5 (3+2) વર્ષ માટે ઈન્ટીગ્રેટેડ એમએસસી કૉમ્યુટર સાયન્સનો કોર્સ શરૂ કરાયો છે. જેની સમય મર્યાદા બે વર્ષની છે.

Most Popular

To Top