ગાંધીનગર: અંગ્રેજી (English) ભણતર ભારરૂપ લાગતું હોય ત્યારે સૌ કોઈ માતૃભાષામાં (Mother tongue) જ ભણવાનું પસંદ કરે છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પ્રથમ વખત ગુજરાતી ભાષામાં (Language) એન્જિનિયરિંગનો (Engineering) અભ્યાસ કરાવવામાં આવશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો કોર્સ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
- ગુજરાતી ભાષામાં પ્રથમ વખત એન્જિનિયરિંગ અભ્યાસની શરૂઆત
- GTUએ કરી જાહેરાત હવેથી ગુજરાતીમાં થશે એન્જિનિયરિંગ
- મહેસાણા ખાતે 4 શાખાઓમાં અભ્યાસક્રમ થશે શરૂ
- ટ્રાઈબલ અને ગ્રામણી વિદ્યાર્થીઓને મળશે તક
- ટોપર વિદ્યાર્થીને મળશે સ્કોલરશીપ
ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ થઈ શકશે
હાલ ગુજરાતમાં એન્જિનિયરિંગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જ એન્જિનિયરિંગ કરી શકે છે. આ અભ્યાસ અંગ્રેજીમાં હોવાથી અનેક વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગથી દૂર રહેવોનો નિર્ણય કરે છે. તેથી હવે GTU દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવામાં આવશે. યુનવર્સિટી દ્વારા આ નિર્ણયનો લાભ ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે. GTU સંચાલિત મહેસાણા ખાતે જ પોતાની 4 શાખાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.
120 સીટ પર એડમિશ થશે શરૂ
આ નિર્ણય અંગે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અનેક નાના દેશોમાં પોતાની જ ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવામાં આવે છે. અમે નિષ્ણાતોનો અભિપ્રિયા લીધો જ છે. તેમજ ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનો ભણવાનો લાભ મળી રહે તે હેતુથી આ કોર્સ માતૃભાષામાં શરૂ કરવામાં આવશે. તેમજ આ કોર્સમાં કૂલ બેઠકોમાંથી 20 ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ પણ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ 120 સીટ પર ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગની મંજૂરી મળી છે તેથી GTUમાં 120 સીટ પર ગુજરાતીમાં એન્જિનિયરિંગ માટે એડમિશન શરૂ કરવામાં આવશે. એડમિશન પ્રક્રિયા ACPC દ્વારા કરવામાં આવશે.
રાજ્યામાં હાલ 132 એન્જિનિયરિંગ કોલેજ, જેમાંથી 100 જેટલી પોલિટેક્નિક, 65 ફાર્મસી, 75 મેનેજમેન્ટની કોલેજ છે. અને આ તમામ જગ્યાએ એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં છે. ગત વર્ષે AICT દ્વારા દેશભરમાં એન્જિનિયરિંગનો કોર્સ જે-તે રાજ્યની ભાષામાં શરૂ કરવા જણાવ્યું હતું. આ નિર્ણય બાદ GTUના કુલપતિ નવીન શેઠે તમામ કોલેજને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ ગુજરાતીમાં કોર્સ શરૂ કર્યો નહોતો. કારણે કે તમામ કોલેજની આ કોર્સમાં બેઠક ન ભરાય તેનો ડર હતો, જેને કારણે GTUએ પોતાની જ મહેસાણા ખાતે આવેલી સંસ્થામાં 120 બેઠક પર એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની 30-30 એમ 120 બેઠક પર ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવામાં આવશે.
રોજગારીની તક મળશે
આ અંગે પ્રોફેસર જનક ખંડવાલાએ જણાવ્યું હતું કે GTU દ્વારા લેવાયેલો નિર્ણય ખરેખર આવકારદાયક છે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજીમાં એન્જિનિયરિંગ હોવાના કારણે જ એન્જિનિયરિંગ કરતા નથી. GTUએ કરેલી શરૂઆતથી ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને એક તક મળશે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારીની પણ તક મળશે.