Gujarat

જીટીયુ અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સલિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ એમઓયુ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ અને જીવીએફએલ વચ્ચે થયેલા આ એમઓયુથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે.

જીટીયુ તરફથી કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીવીએફએલ તરફથી સંસ્થાના પ્રેસિડેન્ટ મિહિર જોશી દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ એમઓયુથી ગ્રોથ સ્ટેજ પર પહોચેલાં સ્ટાર્ટઅપને ઈક્વિટી બેઝ્ડ પર વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા મેન્ટરીંગથી લઈને તેની પ્રોડક્ટને પેટર્નમાં રૂપાંતરીત કરવા આ ઉપરાંત સ્ટાર્ટઅપના માર્કેટીંગ અને જે-તે પ્રોડક્ટને ટ્રાયલ માટે થતાં ખર્ચ સંદર્ભે 50 લાખથી સ્ટાર્ટઅપની યોગ્યતાં અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને 4 થી 5 કરોડ સુધીનું પણ વેન્ચર ફંડિગ પૂરૂં પાડવામાં આવશે.

જીટીયુ જીઆઈસી દ્વારા અત્યાર સુધી 409 જેટલા સ્ટાર્ટઅપને 4.75કરોડ જેટલી આર્થિક સહાય ફાળવવામાં આવી છે. ઇન્ડિયન પેટન્ટ ઓફિસ (આઈપીઓ) ખાતે જીટીયુના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજીસ્ટ્રેશન કરાવેલી છે. જીટીયુ જીઆઈસી દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની મદદને કારણે અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 16.10 કરોડની આવક પણ કરી ચૂક્યા છે. જીટીયુ અને જીવીએફએલ વચ્ચે થયેલા આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી થશે

Most Popular

To Top