લેબલવાળા પેકમાં વેચાતા દહીં, છાશ, લોટ સહિતની રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ પર પાંચ ટકા જી.એસ.ટી. લાગુ કરવાથી લોકોમાં રોષ છે. આ રોષને શાંત કરવા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઉપરા ઉપરી ચૌદ ટિવટ કરીને બચવા કર્યો, તેઓએ દાવો કર્યો ઉત્પાદકો – બ્રાન્ડ માલિકો ગેરરીતિઓ કરતા હોવાથી જીએસટીની આવકમાં મોટો ફટકો પડતો હતો તેથી જી.એસ.ટી કાઉન્સિલની બેઠકમાં પેકડ, લેબલ્ડ ખાદ્ય પદાર્થો પર ટેકસ લાગુ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. આ દાવો સાચો હોય તો પણ ઉત્પાદકો બ્રાન્ડસની કરચોરી ના રોકી શકયા તેથી લોકો પર બોજ નાંખી દેવો એ કેટલા અંશે યોગ્ય અને વ્યાજબી કહેવાય ?? !
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દહીં, છાશ, લોટ પર પણ જીએસટી?
By
Posted on