SURAT

ગ્રીષ્માના મૃતદેહને દુલ્હનની જેમ સજાવાયો, પિતા ઢળી પડ્યા, માતાનો આક્રંદ, હૃદયદ્રાવક વીડિયો

માત્ર 21 વર્ષની ઉંમરે કરપીણ હત્યાનો ભોગ બનેલી ગ્રીષ્મા વેકરીયાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. દુલ્હનની જેમ સજાવેલા ગ્રીષ્માના મૃતદેહ પાસે તેના માતા-પિતાના હૈયાફાટ રૂદને અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોની આંખો ભીની કરી દીધી હતી. વ્હાલી દીકરાની હત્યાની વાતથી અજાણ પિતા આફ્રિકાથી પરત ફર્યા ત્યારે તેઓને સમગ્ર હકીકતથી અવગત કરાયા હતા. દીકરીની ઘાતકી હત્યાની વાત સાંભળી પિતા જમીન પર ઢળી પડ્યા હતા, તો બીજી તરફ નજર સામે દીકરીની હત્યા જોઈ માતા આઘાતમાં સરી પડી હોય તે દીકરીના મૃતદેહ પાસે પોંક મુકીને રડી પડ્યા હતા.

  • ગ્રીષ્માની અંતિમ યાત્રામાં 2 હજારથી વધુ લોકો જોડાયા, પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો
  • લોકોએ બાલ્કની, ટેરેસ પર ઉભા રહી ગ્રીષ્માને બે હાથ જોડી અંતિમ વિદાય આપી
  • હત્યારા ફેનિલને આકરામાં આકરી સજા થાય તેવો લોકોએ રોષ વ્યક્ત કર્યો
  • ઈજાગ્રસ્ત ભાઈએ લાડલી બહેન ગ્રીષ્માના મૃતદેહને મુખાગ્નિ આપ્યો

આજે ગ્રીષ્મા વેકરીયાની અંતિમ યાત્રા નીકળવાની હોય સવારથી જ પોલીસ દ્વારા પાસોદરાથી અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ સુધી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાસોદરાની જે સોસાયટીમાં ગ્રીષ્મા રહેતી હતી તે લક્ષ્મીધારા સોસાયટીની આસપાસ બંદોબસ્ત વધારી દેવાયો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી ત્યારે રસ્તામાં લોકો સ્વયંભૂ જ જોડાતા ગયા હતા.

એક અંદાજ અનુસાર 2000થી વધુ લોકો ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોડાયા હતા, જ્યારે હજારો લોકોએ રસ્તામાં, બાલ્કની પર ટેરેસ પર ઉભા રહી હાથ જોડીને ગ્રીષ્માને અંતિમ વિદાય આપી હતી. અંતિમ યાત્રામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. રસ્તા આડે ઉભા રહી ગ્રીષ્માને અંતિમ વિદાય આપી હતી અને હત્યારા ફેનિલને આકરામાં આકરી સજા થાય તેવો રોષ વ્યક્ત કર્યો હતો.

અંદાજે 2000થી વધુ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હોય અશ્વિનકુમાર સ્મશાન ગૃહ આખું માનવમેદનીથી ભરાઈ ગયું હતું. ગ્રીષ્માના મૃતદેહને તેના ઈજાગ્રસ્ત ભાઈએ મુખાગ્નિ આપી હતી. પિતા લાચાર દેખાતા હતા. દુલ્હનની જેમ સજાવેલા ગ્રીષ્માના મૃતદેહને ચિતા પર મુકતા પિતાનું હૈયું ચિરાઈ ગયું હતું.

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પરિવારની નજર સામે ગ્રીષ્માનું ગળું ચીરી નાંખ્યું હતું
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે જાહેરમાં જ  ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને જાહેર માં માતા અને ભાઈની સામે જ જાહેરમાં ગળે ચપ્પુ મુકી તેણીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. એક તરફી પ્રેમમાં પાગલ આ યુવક ગ્રીષ્મા સાથે જ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો.  

ફેનિલ વારંવાર યુવતીને પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો. આ મામલે યુવતીએ પોતાના પરિવાજનોને જાણ પણ કરી હતી.  એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. જોકે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને સમાજના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી નહિ, જેનું ગંભીર પરિણામ સામે આવ્યું હતું. જેથી ગ્રીષ્માનો ભાઈ અને તેના મોટા પપ્પા ફેનિલને સમજાવવા ગયા હતા. જેથી ફેનિલે ઉશ્કેરાઈ જઈને   મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી ગ્રીષ્માનો  ભાઈ  છોડાવવા માટે જતા તેને પણ ચપ્પુ વાગી ગયો હતો. જેથી યુવતીને તેની માતાં તુરંત દોડી આવ્યા હતા. જેથી ફેનિલ  યુવતીના ગાળા પર ચપ્પુ મૂકી દીધું હતું. ભાઈ બચાવવા જતા જ યુવકે યુવતીના ગાળા પર ચપ્પુ મારી તેની હત્યા કરી દીધી. ઘટનાને જોઈ રહેલા આસપાસના લોકો પણ ગભરાઈ ઉઠ્યા હતા.  યુવતીની કરપીણ હત્યાને લઇ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલે ગૃહ રાજ્ય  મંત્રી હર્ષ સંઘવી એ પરિવારની મુલાકાત લીધી હતી. અને હત્યારાને કડક  સજા કરવા પણ હૈયા ધરપત આપી હતી.

કપલ બોક્સ બંધ કરાવવા સામાજિક આગેવાનોની પોલીસ કમિશનર સમક્ષ માંગણી
હત્યાનાઈ આ ચોંકાવનારી ઘટના ટોક ઓફ ધ ટાઈન બની છે, પોલીસ તાપસમાં  આ મામલે  મોટો ખુલાસો થયો છે,. હત્યારો પોતે સુરત ના વેલંજામાં ગેરકાયદેસર રીતે કપલ બોક્ષ ચલાવતો હોવાનું ખુલ્યું છે. જેથી વરાછાના સામાજિક આગેવાનો મથુર સવાણી, કાનજી ભાલાળા, દિનેશ નાવડીયા સહિતનાઓએ આજે સોમવારે બપોરે રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને પોલીસ કમિશનર અજયકુમાર તોમરને રૂબરૂ મળીને સુરત શહેર સહિત જિલ્લામાં ધમધમીરહેલા  કપલ બોક્ષ અને સ્મોકિંગ પાર્લર બંધ કરવા રજુઆત કરી છે. કપલબોક્ષ અને સ્મોકિંગ પાર્લરમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે.

Most Popular

To Top