ગ્રેટર નોઈડા (Greater Noida) વેસ્ટમાં મોડી રાત્રે વરસાદના કારણે એક મોટી દુર્ઘટના થઈ હતી. બિસરખ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના સેક્ટર-1 સ્થિત એક્સપ્રેસ એસ્ટ્રામાં ઊંડા ખોદકામને કારણે જમીન તૂટી (Land Collapse) પડી હતી. રોડનો મોટો ભાગ જમીનમાં દટાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસ અને પ્રશાસનને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ગ્રેટર નોઈડા વેસ્ટ સ્થિત સેક્ટર-1 રિયાલિટી હોસ્પિટલ પાસે એક્સપ્રેસ એક્સ્ટ્રાની નિર્માણાધીન બિલ્ડિંગમાં (Building) થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના લગભગ રાત્રે 2.00 વાગ્યે થઈ હતી. સદનસીબે રાત્રી હોવાથી અકસ્માત સ્થળ પાસે લોકો હાજર ન હતા. નોઈડા ઓથોરિટીની ટીમ રોડના સમારકામનું કામ કરી રહી છે.
- ગ્રેટર નોઈડા વેસ્ટમાં મોડી રાત્રે વરસાદના કારણે એક મોટી દુર્ઘટના થઈ
- સેક્ટર-1 સ્થિત એક્સપ્રેસ એસ્ટ્રામાં ઊંડા ખોદકામને કારણે જમીન તૂટી પડી
- દુર્ઘટના લગભગ રાત્રે 2.00 વાગ્યે થઈ, સદનસીબે રાત્રી હોવાથી અકસ્માત સ્થળ પાસે લોકો હાજર ન હતા
દિલ્હીમાં 12 કલાક સુધી વરસાદ પડ્યો, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા
ઉલ્લેખનીય છે કે શનિવારે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. યુપીમાં કેટલાય દિવસોથી વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં 12 કલાકના વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી હવામાન આવું જ રહેવાની સંભાવના છે. માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી છે
ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી: દિલ્હીમાં શનિવારે આખો દિવસ વરસાદ પડ્યો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અનેક વિસ્તારોમાં જામ જોવા મળ્યો હતો. તેને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે લોકો માટે એડવાઈઝરી જારી કરી છે. પોલીસે લોકોને સલાહ આપી છે કે તેઓ તેમના પ્રવાસનું આયોજન ન કરે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વીટ કર્યું કે ન્યૂ રોહતક રોડ પર આનંદ પર્વત લાલ બત્તી પાસે પાણી ભરાવાને કારણે ઝાખરાથી આનંદ પર્વત સુધીના કેરેજવે પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ માર્ગ પરના મુસાફરોને અહીંથી પસાર થવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.