Charchapatra

ગોઝારો અકસ્માત

અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ પર થયેલ અકસ્માતમાં સમાચાર જાણીને કમકમાટી આવ્યા વિના રહેતી નથી. આ તો અમીર બાપની બીગડી ઔલાદ કહી શકાય અને તો ધન વૈભવનો નશો હોવાનો જ. આજકાલ છોકરાઓ નાની ઉંમરમા ગાડી ચલાવતા થઇ જાય છે. વળી મોબાઇલનો ઉપયોગ પણ એમની જરૂરીયાત બની ગયો છે. કોઇપણ વસ્તુ જ્યાં સુધી મર્યદામા હોય ત્યાં સુધી જ સારી ગણાય. દુરથી ભણવા માટે અમદાવાદ આવીને રહેલા છોકરાઓનો શું વાંક? એમના મૃત્યુથી પરિવારજનોની શું હાલત થઇ હશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

બહાર ભણતા સંતાનોની ચિંતા તો મા-બાપને સતત સતાવતી હોય છે. માએ છોકરાને બહાર ભણવા મોકલતી વખતે એની પીઠ જોઇ હશે અને છેલ્લે મૃતદેહનુ મુખ. તથ્ય પટેલ જેવા છોકરાને કડકમા કડક સજા થવી જ જોઇએ. તોજ બીજા આવુ કરતા વિચાર કહેશે. આવા અકસ્માતો ફરી ફરી ન બને એ માટે કડકમા કડક કાયદા બનાવી તેનો અમલ શરૂ કરી દેવો જોઇએ. કારણ કે અમદાવાદ ખાતે હીટ એન્ડ રનનો આ બીજો બનાવ છે. પહેલો બનાવ વસ્મય શાહો, બન્યો હતો અને તથ્ય પટેલ દ્વારા બન્યો. પણ કોણ જાણે સરકાર હજુ કોની રાહ જુએ છે. હજુ આવા અકસ્માત વારંવાર બન્યા રહે તેની?
અડાજણ          – શીલા એસ. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

માખણ ઝેર નથી?
આજકાલ કોઈપણ ઢાબા પર જાઓ, માખણ ખુલ્લેઆમ ખવડાવવામાં આવે છે. માખણના મોટા ક્યુબ્સને બાઉલમાં અથવા ખોરાકની સાથે પરોંઠાની ઉપર મૂકવામાં આવે છે અથવા આ માખણને દાળ અને શાકભાજીની ઉપર ગાર્નિશ તરીકે મૂકવામાં આવે છે.ખાનારાઓ ગભરાઈ જાય છે કે જુઓ કેટલી અદ્ભુત હોટેલ છે તે સંપૂર્ણ પૈસા વસૂલ કરી રહી છે. આ માખણ નથી, તે પામ તેલમાંથી બનાવેલ સૌથી ખરાબ માર્જરિન છે.  બટર ટોસ્ટ, દાલ મખાની, બટર ઓમેલેટ, પરાંઠા, પાવ ભાજી, અમૃતસરી કુલે, શાહી પનીર, બટર ચિકન અને ખબર નથી કે ડેરી બટરને બદલે તેનો ઉપયોગ કેટલી વાનગીઓમાં થઈ રહ્યો છે અને તમારી પાસેથી ડેરી બટર માટે ચાર્જ લેવામાં આવી રહ્યો છે.

કેટલાક લોકોને ઢાબા પર દાળમાં માખણ નાખવાની અને માખણ નાખીને રોટલી ખાવાની ટેવ હોય છે. તેમની તડકા દાળ અને માખણની રોટલીમાં આ જ નબળી માર્જરિનનો ઉપયોગ થાય છે. લોકોને મૂર્ખ બનાવવા માટે તેને ઝીરો કોલેસ્ટ્રોલનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. કારણ કે મેડીકલ લોબીએ લોકોના મનમાં એવું ઠસાવી દીધું છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ ખરાબ કોલેસ્ટ્રોલ છે.એટલા માટે આજકાલ લોકો એવી કોઈ પણ વસ્તુ ખરીદે છે જેના પર ઝીરો કોલેસ્ટ્રોલ લખેલું હોય છે.

સરકારે આ પ્રકારના ઉત્પાદનો પર કોઈ નક્કર નિયમ બનાવવો જોઈએ જે વાસ્તવિક વસ્તુનો ભ્રમ આપે છે.સરકારે આ માર્જરિનનો રંગ સફેદને બદલે બ્રાઉન અને ડેરી બટરને બદલે આછો પીળો કરવાનો નિયમ બનાવવો જોઈએ, જેથી લોકોને આ ઉત્પાદન ઓળખવામાં અનુકૂળતા રહે, જેથી કોઈ તેમને માખણના નામે માર્જરિન ખવડાવી ન શકે…આમ માર્જરિન વિશે વધુ ભૌતિક તપાસમાં વર્લ્ડ હેલ્થ રિપોર્ટનો અભ્યાસ એમ કહે છે કે, ‘ તે માખણ નથી ‘! અલબત, હોમમેઇડ બટર શ્રેષ્ઠ છે,ખેર, જાણીતી કમ્પનીના પણ વિશ્વનિય જ નથી !
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top