રાજય સરકારમાં મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી વગર બારોબાર ખાતાઓના વડા કે વિભાગોમાં તથા બોર્ડ – કોર્પોરેશનોમાં આઉટ સોર્સિગથી કે પછી કોન્ટ્રાકટ આધારિત વર્ગ 1થી 3ના અધિકારીઓ તથા કર્મચારીઓની નિમણૂંકો કરાઈ હોવાનું સરકારના ધ્યાને આવતા તે તમામ નિમણૂંકો હવે તાત્કાલિક અસરથી રદ કરી દેવાનો રાજય સરકારે આદેશ કર્યો છે.
સામાન્ય વહીવટવિભાગના ડે સેક્રેટરી તેજશ સોનીએ બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા મુજબ , રાજય સરકારના વિવિધ વિભાગો તથા ગ્રાનટ ઈન એઈડ સંસ્થાઓ તથા બોર્ડ – નિગમો સરકારન પૂર્ણ તથા કે અંશત: સહાય લેતી સંસ્થાઓ આઉટ સોર્સિગ કે કોન્ટ્રાકટથી વર્ગ 1થી 3ના અધિકારીઓને સલાહકાર સહિત જુદી જુદી ફરજો પર રાખવામા આવે છે.
જો કે તેના માટે છેક મુખ્યમંત્રી કક્ષાએ પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. અલબત્ત સરકારના ધ્યાને આવ્યું છે કે આવી કોઈ પૂર્વ મંજૂરી વગર વર્ગ 1થી 3 ના અધિકારીઓ તથા કર્મચારીઓને ફરજ પર લેવામાં આવ્યા છે. એટલે તે તમામ નિમણૂંકો તાત્કાલીક અસરથી રદ કરવાની રહેશે.
જો આવી નિમણૂંકો કરવી હોય તો રાજય સરકારની એટલે કે છેક સીએમ કક્ષા સુધી પૂર્વ મંજૂરી લેવાની રહેશે. આવા કરાર આધારિત કર્મચારીઓના કિસ્સામાં દર ત્રણ માસેએક સ્ટેટમેન્ટ જે તે સંબંધિત વિભાગના ડે સેક્રેટરીને મોકલવાનું રહેશે.જો રાજય સરકારની સૂચનાઓનું પાન ના થાય તો સંબંધિત વિભાગના વડાની જવાબદારી નક્કી કરવાની રહેશે