કોલકાતાની વડી અદાલતે પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતીમાં થયેલા ગરબડ ગોટાળાના મામલામાં શાળા શિક્ષણમંત્રી પરેશ અધિકારીને હટાવવા રાજયપાલ અને મુખ્ય પ્રધાનને સિફારસ કરી છે. આ મામલાની તપાસ સીબીઆઇને સોંપીને મંત્રીને સીબીઆઇ કાર્યાલયમાં પૂછપરછ માટે હાજર થવાનો પણ આદેશ આપ્યો છે. આરોપ છે કે મંત્રીની પુત્રીનું નામ મેરિટમાં નહીં હોવા છતાં વ્યકિતત્વ પરીક્ષણમાં ભાગ નહીં લેવા છતાં પણ નોકરી મળી ગઇ. મંત્રીને દૂર કરવા માટે વડી અદાલતે ભલામણ કરવી પડી હોય એવો કદાચ આ પહેલો મામલો છે. જે કામ સરકારે કરવાનું છે એ કામ હવે અદાલતે કરવું પડે છે!
અમદાવાદ – જિતેન્દ્ર ઠાકોરલાલ બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સરકારો જવાબદારી અદા કરે
By
Posted on