નવી દિલ્હી: નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બુધવારે દેશનું 75મું બજેટ (Budget) રજૂ કર્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હતું. બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. મહિલાઓ અને સિનિયર સિટિઝન્સન માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય કેટલીક મહત્ની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ આ બજેટને આશાનું બજેટ ગણાવ્યું હતું.
આ બજેટ નાણામંત્રીએ મહિલા માટે બચત યોજનાની જાહેરાત કરી છે. મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5 ટકાના દરે વ્યાજ મળશે. આ સિવાય નાણામંત્રીએ દેશના વરિષ્ઠ નાગરિકો માટે જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સિનિયર સિટીઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે. મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ મહિલાઓ બે વર્ષ માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે.
મહિલાઓને સશક્ત બનાવવાની કોશિશ
આ ડિપોઝિટ પર ટેક્સ છૂટ મળશે અને 7.5 ટકા રિટર્ન મળશે. મહિલાઓ માટે આ પ્રકારની આ પ્રથમ યોજના છે. સરકારે કહ્યું છે કે કોઈપણ મહિલા આ સ્કીમમાં રોકાણ કરીને ટેક્સમાં છૂટ મેળવી શકે છે. મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે દેશની મહિલાઓને આર્થિક રીતે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. આ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. આ ક્રમમાં નાણામંત્રીએ મહિલાઓ માટે મહિલા સન્માન બચત પત્ર યોજનાની જાહેરાત કરી છે.
પીએમ આવાસા યોજનાના બજેટમાં વધારો
આ સિવાય સરકારે પીએમ આવાસ યોજનાના બજેટ ફાળવણીમાં અગાઉની સરખામણીમાં 66 ટકાનો વધારો કર્યો છે. આ પછી હવે આ બજેટને વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું કે વર્તમાન વર્ષ માટે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રે બ્રિટનને પાછળ છોડીને વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે બજેટની 7 પ્રાથમિકતાઓ છે. તેમણે કહ્યું કે આ વખતે બજેટના સાત મુખ્ય લક્ષ્યો છે, જેને સપ્તર્ષિ કહેવામાં આવ્યા છે.
- સર્વાંગી વિકાસ
- વંચિતોને પ્રાધાન્ય
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ
- ક્ષમતા વિસ્તરણ
- ગ્રીન ગ્રોથ
- યુવા શક્તિ
- નાણાકીય ક્ષેત્ર