નડિયાદ, તા.11
મહેમદાવાદ તાલુકાના ગોઠાજમાં પ્રાથમિક શાળાના પાંચ ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. આ ઓરડાઓ ડીમોલેશન કરવાની મંજૂરી આપ્યાને પાંચ વર્ષ થયા છતાં હજુ સુધી નવા ઓરડાઓ બનાવવાનું મુહૂર્ત ન નીકળતા ઉગ્ર રોષ વ્યાપ્યો છે.
ગોઠાજ ગામે આઝાદી કાળની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના વિભાગમાં 200 ઉપરાંત વિદ્યાર્થીઓ પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે. સાત દાયકા પહેલા બનાવવામાં આવેલા ઓરડાઓ હાલ અત્યંત બીસ્માર છે. આ ઉપરાંત સિંટેક્સના ઓરડાઓને પણ માર્ગ મકાન વિભાગ દ્વારા વર્ષ 2019માં જર્જરિત જાહેર કરી ડીમોલેશન કરવા મંજૂરી આપી છે. જેને સ્થાને નવા ઓરડા બનાવવા અવાર નવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાંચ ઓરડાઓ ભયજનક હાલતમાં હોય તોડી પાડવા ડીમોલેશન કરવા મંજૂરી આપ્યાને પાંચ-પાંચ વર્ષ થવા છતાં નવા ઓરડાઓ બનાવવા કોઈ જ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓને બેસાડવા કયાંની સમસ્યા સર્જાઇ છે ? પરિયેજ પ્રાથમિક શાળામાં સર્જાયેલ દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તે પહેલાં ગોઠાજ પ્રાથમિક શાળાના નવા ઓરડા બનાવવા વલીઓમાંથી માગણી ઉઠી છે.
મહેમદાવાદના ગોઠાજમાં સરકારી શાળાના ઓરડા અત્યંત જર્જરિત
By
Posted on