સરકાર પોતાની પ્રજાના હિત માટે ઘણા નિયમો, કાયદા કાનૂનની રચના કરે છે. આમ જોવા જઈએ તો એનો પ્રજા માટે અમલ કેટલો ફાયદાકારક છે, તે જાણવું ખૂબ જરૂરી છે. આપણો દેશ અન્ય દેશની જેમ નિયમો, કાયદા અને કાનૂન ધરાવે છે. પરંતુ શું સૌ માટે તેનો અમલ સમાન રીતે થાય છે? આ કાયદા, નિયમ અને કાનૂનનો, સૌથી વધુ સામનો તો સામાન્ય વ્યક્તિએ જ કરવો પડે છે. સપડાય પણ એ જ છે, નિયમો જરૂરી છે, તેનું ઉલ્લંઘન કરનારને દંડ પણ અવશ્ય મળવો જ જોઈએ પરંતુ સામાન્ય અને ગરીબ વ્યક્તિ જ શા માટે અહીં સપડાય છે? મોટા માથાનાં લોકો કેમ નિયમભંગ કરવા છતાં બચી જાય છે? જેમ કે ભારતમાં નિરવ મોદી, વિજય માલ્યા, ત્યાર બાદ વર્ષો સુધી ચાલેલા અભિનેતા સલમાનખાનનાં કાળિયાર હરણની હત્યા કરવાનો કેસ, ચુકાદો શું આવ્યો? કોઈ સપડાયું ખરું? સામાન્ય અને ગરીબ વ્યક્તિ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા, નો પાર્કિંગમાં વાહન મૂકતાં કે નગરપાલિકાની જગ્યામાં પોતાના લારી-ગલ્લા મૂકતાં તરત જ સપડાય છે અને નિયમો તેમના પર તરત જ લાદી દેવામાં આવે છે. આવું કેમ?
તડકેશ્વર – નિતીનકુમાર જે. સુરતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘‘સરકારના નિયમો, કાયદા અને કાનૂનમાં સપડાય છે કોણ?’’
By
Posted on