હાલમાં જ જુનિયર કલાર્કની 8059 લાખ કર્મચારીની ભરતી પ્રક્રિયા સુપેરે પૂર્ણ થઇ, જે બાબતે હસમુખ પટેલ ધન્યવાદને પાત્ર છે. આટલી મોટી ભરતી માટે વિવિધ જગ્યાએ વર્ગખંડો મેળવવા સુપરવાઇઝરની નિમણૂક દરેક સ્થળોએ સુરક્ષિત પેપરો પહોંચતા કરવા જે અતિ કઠિન કામ ગણાય તે માટે વારંવાર પેપર ફૂટવાના કારણે રદ થયેલ પરીક્ષાથી બદનામ સરકાર?! લાંબા સમય થયા ભરતી પ્રક્રિયા બાબતે પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડો. મનિષ દોશીના આકરા પ્રહારોનો પ્રભાવ પણ ખરો જ.
સમયસર ભરતી ન થવાના કારણે યુવાનોની ઉંમર વધતાં નિરાશાને કારણે આત્મહત્યા, ખોટા માર્ગે ચઢી જવું, જુગાર, દારુની હેરાફેરી જેવા જઘન્ય કૃત્ય તરફ વળે, કેટલાક ભારતમાં ભારતના ખર્ચે ભણતર લઇ વધુ અભ્યાસ તથા નોકરીનાં પ્રલોભનોથી વિદેશ જતા રહે છે. શું આ યુવાનોનો વિકાસ છે?! પહેલાં પણ દરેક ક્ષેત્રમાં ભરતીઓ થતી હતી પણ આવી પરીક્ષા કે આવી મોટી સંખ્યામાં…!! સિંચાઇ વિભાગને કારકૂન કે કલાર્કની ભરતી જે તે વિભાગના અધિક્ષક ઇજનેર, એમ્પ્લોયમેંટ એક્ષચેઇન્જમાંથી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારનાં નામો મંગાવી ઇન્ટરવ્યુ લઇ ભરતી કરતાં એ જ રીતે કલેકટર લેવલે કલાર્ક, ગ્રામસેવક, તલાટી વગેરેની ભરતી થતી જયારે એન્જીનિયર કે એવા ઊંચા હોદ્દાની જરૂરિયાત જણાતી ત્યારે ગુજરાત રાજય સિલેકશન કમિટી આવા કર્મચારીની યોગ્યતા જોઇ નિમણૂક આપતી. ત્યારે આવી પરીક્ષાઓ લેવામાં આવતી નહીં. ઉંમર વધવાનો ડર નહીં, કામમાં સરળતાથી પ્રજાને રાહ જેથી લાંચ રૂશ્વતને કોઇ સ્થાન નહીં. હાલનો એકહથ્થુ કારભાર દેશના વિકાસના મૂળમાં ઉધઇ સમાન છે.
અમરોલી – બળવંત ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેશની આઝાદી જોખમમાં છે?
વિદેશના સામ્યવાદીઓના કહેવાથી દેશને સળગાવવા માટે પ્રયત્ન કરી ચૂકેલાઓને હમણાંની લોકશાહી જોખમમાં દેખાય એ નવી વાત નથી. આપણા દેશના સામ્યવાદીઓના માનીતા સૂત્ર છે. દેશની આઝાદી જોખમમાં છે. વાર-તહેવારે એઓ ગણગણાટ કરતા રહે કે દેશ તૂટી રહ્યો છે. દેશમાં ભાઈચારો નષ્ટ થઈ રહ્યો છે. વળી કિસાન આંદોલનનું ઓથું લઈ મહિનાઓ સુધી દેશનો વાહનવ્યવહાર ખોરવી નાંખ્યો. અંધાધૂંધી ફેલાવી હતી. શું નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એનાથી હતાશ થયેલા સામ્યવાદીઓએ એમનો અસલ રંગ બતાવવો શરૂ કર્યો છે. જેમકે હવે 2024ની ચૂંટણીમાં પણ લગભગ મોદી જ આવશે. એટલે પહેલાથી જે નાટકની શરૂઆત કરી દીધી એમ થઈ રહ્યું છે? આજકાલ બંધારણની ચિંતા કરતા હોવાનો છે. ખાડો કરનારા સામ્યવાદીઓએ બંધારણ ઘડવામાં કોઈ ફાળો આપ્યો ન હતો.
ડો. આંબેડકરે જવાહરલાલ નહેરૂની જેમ સમાજવાદ અપનાવ્યો ન હતો. પણ બુધ્ધિશાળી અને આગવી દૃષ્ટિવાળા ડો. આંબેડકર પહેલા વ્યકિત હતા કે જેમણે ભારતને સામ્યવાદીઓથી ચેતતા રહેવાની ચેતવણી આપી હતી. કેમકે દેશના સામ્યવાદીઓએ સમાજવાદીઓને ડો. આંબેડકર બધાં કરતાં પહેલાં અલગ થઈ ગયા. વાત થોડા થોડા સમયે નારાઓ ગજવીને દેશમાં અરાજકતા ઊભી કરતા રહેવાનો એમનો હક છે. પણ આપણી લોકશાહી વિશ્વમાં અનોખી છે. ભારત માતાની દેન છે. જ્યાં લોકશાહી અમર રહે. મેરા દેશ મહાન છે જ પણ ડાબેરીઓના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.