Entertainment

OTT પ્લેટફોર્મસ હવે નહીં રહે સ્વતંત્ર, સરકાર ટૂંક સમયમાં લગાવશે લગામ

નવી દિલ્હી (New Delhi): એમેઝોન પ્રાઈમની (Amazon Prime) વેબ સિરીઝ ‘તાંડવ’ અને ‘મિરઝાપુર’ અંગેના વિવાદ પછી એવી માંગ કરવામાં આવી હતી કે દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવાની જરૂર છે. કારણ કે અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ (OTT platforms) સ્વ-નિયમનકારી છે, એટલે કેતેઓ ઇચ્છે તે મુજબના કન્ટેન્ટ (content) બનાવી શકે છે, અને લોકો સામે પીરસી શકે છે. પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે તે ચાલશે નહીં. સમાચાર આવ્યા છે કે દેશમાં OTT પ્લેટફોર્મસના કન્ટેન્ટને નિયંત્રિત કરવા સરકારે નવી ગાઇડલાઇન બનાવી છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન (Minister of Information and Broadcasting ) પ્રકાશ જાવડેકરે સંસદમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં આ મંત્રાલય ઓટીટી પ્લેટફોર્મ અંગે માર્ગદર્શિકા જારી કરશે. જાવડેકરે કહ્યું કે ‘અમને ઘણાં સૂચનો અને ફરિયાદો મળી રહી હતી, માર્ગદર્શિકા અને નિર્દેશો લગભગ તૈયાર છે, તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે’.

આ મુદ્દો ભાજપના સાંસદ મહેશ પોદદારે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં સરળતાથી ઉપલબ્ધ ઇન્ટરનેટની સુવિધાની સાથે નેટફ્લિક્સ જેવા ઘણા ઓટીટી પ્લેટફોર્મ ઝડપથી વિકસ્યા છે. કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે થિયેટરો બંધ થયા. મનોરંજનનાં સાધનો બંધ થતાં ઓટીટી પ્લેટફોર્મની ઘૂંસપેંઠમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કહ્યું, ‘તે જ સમયે તે આપણા દેશના યુવાનો પર પણ ખોટી અસર છોડી, અમારી સંસ્કૃતિ અને માન્યતાઓ પર સીધો હુમલો કર્યો.

ઝારખંડના ભાજપના સાંસદ મહેશ પોદદારે કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મની ભાષા અને સામગ્રી સ્પષ્ટ રીતે જાતીય ભેદભાવ અથવા લિંગ ભેદભાવને દર્શાવે છે. આવી જાહેર ચેનલો પર મહિલાઓ વિશે અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ અને નીમ્ન ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારે વિલંબ કર્યા વિના તરત જ ઇન્ટરનેટ રેગ્યુલેશન લાગુ કરવું મહત્વપૂર્ણ છે.

ભારતમાં લગભગ 40 ઓટીટી પ્લેટફોર્મ છે જેની અસર ઓટીટી પ્લેટફોર્મ્સ પરના નિયમન પછી આવે છે. આમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર (ડિઝની પ્લસ) શામેલ છે. ધ ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, ‘ઈન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશન ઑફ ઇન્ડિયા (Internet and mobile association of India- IAMAI) એ પોતાની સેલ્ફ-રેગ્યુલેશન ટૂલકિટ તૈયાર કરી છે જેમાં ઘણી માર્ગદર્શિકાઓ છે.’ આઈએએમએઆઈના જણાવ્યા અનુસાર માર્ચ-એપ્રિલથી વેરિફિકેશન શરૂ થશે જેથી ઓગસ્ટ સુધીમાં કોડનો સંપૂર્ણ અમલ થઈ શકે. ‘તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર 2020 માં માહિતી અને પ્રસારણ મંત્રાલયે આઈએએમએઆઈ ઓટીટી પ્લેટફોર્મના સ્વ-નિયમનકારી મોડેલને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. નવેમ્બરમાં સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળની ઓનલાઇન સામગ્રી પ્રદાતાઓને એક સૂચના જારી કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top