ભારત સરકારે એમ્નેસ્ટીને વિદાય આપી

1961માં લંડન ખાતે એમ્નેસ્ટીની સ્થાપના કરવામાં આવી. મુખ્ય મથક યુકેમાં છે. બ્રિટનના કેટલાક લોકો હજુ ભારતને ગુલામ જ સમજે છે. અને પોતાને સર્વોચ્ચ સમજવાની માનસિકતામાંથી બહાર આવતા નથી. માનવ અધિકારના બચાવના નામે કેટલાક દેશોમાં ઘૂસી જઈ અંધાધૂધી ફેલાવવાનું કામ જ એમ્નેસ્ટીનું છે. લોકોની સેવાના નામે આખા વિશ્વમાંથી તેઓ ડોનેશન ભેગુ કરે છે. વિશ્વ આખાને પારદર્શકતાની શિખામણ આપતી એેમ્નેસ્ટી સંસ્થા હંમેશા પોતાને મહાન ગણાપવવાનું કામ કર્યુ છે. સરકાર કંઈ રીતે ચલાવવી મહાન એનું તમામ જ્ઞાન એમની પોતાની પાસેજ હોય એવી વર્તણૂક એમની રહી હતી. દિલ્હીમાં સી.એ.એનાં કાયદા વિરૂધ્ધ હિંસક દેખાવો શરૂ થયા હતા. ત્યારે એ ટોળાને પડખે એમ્નેસ્ટી ઊભી રહી હતી અને આંદોલનને શાંતિપૂર્ણ ગણાવ્યું હતું. એ પછીથી હિંસક બન્યું 50 થી વધુ લોકોનાં મોત થયા હતા.

આજ આંદોલનમાં જિન્હાવાલી આઝાદીના નારા લાગ્યા હતા અને છરાંબાજી થઈ ગઈ હતી. સરકારની વિરૂધ્ધ નિવેદનો કર્યા હતા. છેલ્લી લોકસભાની ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરવા માટે ફિલ્મી એકટર નસીરૂદ્દીન શાહને સાધ્યા હતા. ભારતનું બંધારણ ખતરામાં છે. એવા મતલબનું નિવેદન કરતો વિડિયો પણ વાયરલ કર્યા હતા. વળી ભારતમાં વિરોધીઓને કચડી નાંખવામાં આવે છે અને અહીં માનવ અધિકારનો સતત ભંગ થાય છે. એમ્નેસ્ટીની કામગીરી દરેક દેશમાં માનવ અધિકારનાં રક્ષણ કરવાનું હોય છે. પણ રક્ષકનાં મહોરા પાછળનાં એને અસલી ચેહરાનો પર્દાફાશ કરી કેન્દ્ર સરકારે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની ભારત શાખાને ભગાવી દેવાનું મોટું કામ કર્યુ એની સત્યતા હતીજ કાશ્મીરના મુદ્દે એણે હંમેશા આતંકવાદીઓની તરફેણ કરી હતી. દરેક વખતે સમય આવે ભારત વિરોધી કામગીરી પડદા પાછળ રહીને કરતી હતી.
ગંગાધરા   – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top