Charchapatra

સરકારી અનાજની હોમ ડિલિવરી?

દિલ્હીની કેજરીવાલ સરકાર ત્યાંની પ્રજા માટે શિક્ષણ-પાણી અને વીજળીની સુંદર વ્યવસ્થા કરી જે એમની પ્રજા પ્રત્યે સદ્ભાવના અને સત્યનિષ્ઠાની પ્રતીતિ થાય છે. હાલમાં સરકારી અનાજ 72 લાખ રેશનકાર્ડધારકોને ઘરબેઠા અનાજ વિતરણની અનન્ય કામગીરી કરવાની વ્યવસ્થા કરી જેમાં 5 કિલો અનાજની જગ્યાએ 10 કિલો અનાજ અને દિલ્હીમાં ગરીબ જરૂરિયાતમંદ લોકો છે કે જેમની પાસે રેશનકાર્ડ નથી તેમ છતાં તેમને પણ અનાજ આપવાનો પ્રશંસનીય નિર્ણય લીધો. આવા સુંદર કાર્યની રોક ત્યારે લાગી, જયારે કેન્દ્ર સરકાર તરફથી ગવર્નમેન્ટ ઓફ નેશનલ ટેરેટરી ઓફ દિલ્હી વિધેયક 2021 માર્ચમાં સંસદમાં પાસ કરેલ તે મુજબ દિલ્હી સરકાર કોઇ પણ નિર્ણય લેતાં પહેલાં ઉપરાજયપાલનો અભિપ્રાય જરૂરી બને છે!!

આ સાથે જ કેજરીવાલ સરકારની મોટી થતી લીટી ભૂંસીને પોતાની લીટી (ખોટી રીતે) મોટી રાખવાની ક્રિયા (કાવતરું) જે ખરેખર નિંદાને પાત્ર છે. આ યોજનાથી જે ગરીબો છે અને કાર્ડ નથી છતાં તેમને અનાજ મળતું થતે, રેશનકાર્ડધારકોએ કોરોના સંક્રમણમાં તાપ તડકામાં કે વરસાદમાં લાઇનમાં ઊભા રહેવાનું ન રહે. ઉપરાંત ઘરબેઠા અનાજ મળતાં એમની એક બે દિવસની રોજી રોટી છીનવાતી અટકે શું આ ખોટું છે?! સારા કામની પ્રશંસા ન થાય તો તે સહી શકાય, પરંતુ તેને અટકાવવું એ નિંદનીય ગણાય. સારું કામ જણાય તો તેને સર્વત્ર અમલમાં મૂકી પ્રજાને રાહત આપવી એ રાષ્ટ્રના વડાની ફરજ છે.
અમરોલી-બળવંત ટેલર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top