World

દલાઈ લામા મામલે ભારતની સ્પષ્ટતા: કહ્યું- ભારત શ્રદ્ધા સંબંધિત બાબતો પર કોઈ વલણ અપનાવતું નથી

ભારત સરકારે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા દ્વારા તેમના ઉત્તરાધિકારી અંગે આપેલા તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે સ્પષ્ટતા કરી કે સરકાર ધર્મ અને શ્રદ્ધા સંબંધિત બાબતો પર કોઈ વલણ અપનાવતી નથી. સરકારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ દ્વારા આપવામાં આવેલા નિવેદનોથી પણ પોતાને દૂર રાખ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે પરમ પવિત્ર દલાઈ લામા દ્વારા આપવામાં આવેલા નિવેદનના અહેવાલો જોયા છે. ભારત સરકાર શ્રદ્ધા અને ધાર્મિક પરંપરાઓ સંબંધિત બાબતો પર ટિપ્પણી કરતી નથી કે તે કોઈ વલણ અપનાવતી નથી. સરકારે હંમેશા ભારતમાં ધર્મની સ્વતંત્રતાને સમર્થન આપ્યું છે અને તે ચાલુ રાખશે.

લાઈ લામા શું કહે છે?
બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં દલાઈ લામાએ સ્પષ્ટપણે કહ્યું કે હું પુનરાવર્તન કરવા માંગુ છું કે ફક્ત ગાદેન ફોડરંગ ટ્રસ્ટને જ મારા ભાવિ પુનર્જન્મને માન્યતા આપવાનો અધિકાર છે. બીજા કોઈને આમાં દખલ કરવાનો અધિકાર નથી. દલાઈ લામા તિબેટીયન બૌદ્ધ ધર્મના સૌથી અગ્રણી આધ્યાત્મિક નેતા છે. 1959માં ચીનના કબજા પછી તેઓ તિબેટ છોડીને ભારત આવ્યા હતા અને ત્યારથી ધર્મશાલા (હિમાચલ પ્રદેશ)માં રહે છે. તેમનો પુનર્જન્મ કોણ અને ક્યાં થશે તે લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. ખાસ કરીને ચીન અને નિર્વાસિત તિબેટી સમુદાય વચ્ચે.

દલાઈ લામા ટૂંક સમયમાં તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરશે
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દલાઈ લામાએ તેમના 90મા જન્મદિવસ પહેલા જાહેરાત કરી હતી કે ફક્ત ગાદેન ફોડરંગ ટ્રસ્ટને જ તેમના ભાવિ પુનર્જન્મને માન્યતા આપવાનો અધિકાર છે. બીજા કોઈને આમાં દખલ કરવાનો અધિકાર નથી. દલાઈ લામાં ટુંક સમયમાં તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરશે.

કિરેન રિજિજુએ શું નિવેદન આપ્યું?
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શુક્રવારે પુનરોચ્ચાર કર્યો કે દલાઈ લામાના તમામ ભક્તો અને અનુયાયીઓ ઇચ્છે છે કે તિબેટીયન આધ્યાત્મિક નેતા પોતે તેમના ઉત્તરાધિકારી નક્કી કરે. જોકે કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારત સરકાર વતી આ ટિપ્પણી કરી રહ્યા નથી કે ન તો તેઓ દલાઈ લામાના ઉત્તરાધિકાર યોજનાને નકારી કાઢતા ચીન દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ટિપ્પણી કરી રહ્યા હતા.

Most Popular

To Top