કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) આજે દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) માટે 8 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. અમિત શાહે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રીઓ સાથે બેઠક કરી હતી.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ કુદરતી આપત્તીઓને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડની રૂપિયાની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં કુદરતી આપત્તી સાથે જોડાયેલી ત્રણ મોટી યોજનાઓ શામેલ છે. આ ત્રણ યોજનાઓ અંતર્ગત ફાયર બ્રિગેડનું આધુનિકીકરણ, પૂર નિયંત્રણ અને ભૂસ્ખલનની ઘટનાઓ પર અંકુશ લાવવાની કામગીરી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા આ જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે ગુજરાત પર બિપરજોય વાવઝોડાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વાવાઝોડાના સંકટને પહોંચી વળવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકાર વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સજ્જ છે. કચ્છ અને પોરંબદરના જે વિસ્તારોમાં વાવાઝોડું વધુ અસર કરવાનું છે ત્યાં સરકારે પોતાના મંત્રીઓને આપત્તી વ્યવસ્થાપન માટેની જવાબદારીઓ સોંપી છે.