વર્ષ 2014થી દેશના રાજકારણમાં પરિવર્તનના વાયરે ભલે ને નવા દેશસેવાભાવી શાસકોએ સત્તાની ધુરા સંભાળી, પરંતુ બદલાતા સમયની માંગ અને આધુનિકીકરણ જે તે ક્ષેત્રમાં વિસ્તૃતિકરણ આવકાર્ય જરૂરી હોય એમાં બેમત નથી. આપણા દેશની મૂળ ઓળખ ખેતી પ્રધાન છે. વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવા ગ્લોબલાઇઝેશન પણ ડિજીટલાઇઝેશન પણ આવકાર્ય હોય પરંતુ ભારત દેશના બહુધા પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ જ રહે છે. સરકારી વહીવટી તંત્ર દ્વારા આપી શકાતા લાભોનો ગેરલાભ વચેટિયાઓના ખોળામાં જતા હોય એવા આક્ષેપો તો આઝાદીકાળથી થતા જ રહ્યા છે. જાહેર સુખાકારી માટેની સરકારી વ્યવસ્થા તરફે ગ્રામ પંચાયતથી નગરપાલિકા, મહાનગરપાલિકા અને રાજય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવાની તાકીદે આવશ્યકતા છે.
સરકારી વહીવટમાં ખર્ચો પણ કરકસરયુકત કરવામા આવે. મોટા ભાગની સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાકટ સીસ્ટમથી ભરવામાં આવતા સ્ટાફ કે કર્મચારીઓ અધકચરી જાણકારી ધરાવતા હોય છે. પ્રજા એવું જ ઇચ્છે છે કે સરકાર હવે જાહેર માર્ગો ઉપર રંગરોગાન કરવા માટે અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પાછળના કરોડો રૂપિયાના વિકાસના નામે ખર્ચા ઘટાડે. પ્રત્યેક નાનામોટા શહેરમાં બિનજરૂરી ફલાય ઓવર બ્રિજના સૌથી મોંઘા અને ભ્રષ્ટાચાર જેમાં ભારોભાર રહે છે એવા સિમેન્ટ કોંક્રીટના ધોળા હાથી સમાન અને કટકી કૌભાંડની શકયતાવાળા તમામ લોકાર્પણના ખર્ચાળ કાર્યક્રમ વેળા મંડપોના ખર્ચા સવેળા બંધ કરે.
સુરત – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમલદારી શોભાના ગાંઠિયા !
જેઓ ફરજપરસ્ત નથી તેઓને પ્રજા ભાન જ્યારે કરાવશે ? વર્ષોથી સરકારી કે ગૌચર જમીન પર ઝૂંપડાં, મકાનો, પાકાં મકાનો કે ભેંસના તબેલા પગદંડે જમાવીને બેઠા છે, અમલદારોને કેમ અચાનક શૂર ચઢયું કે બુલડોઝર લઈને ધસી આવ્યા? જમીન પચાવી પાડનાર અસામાજિક ગુંડાઓ પ્રોટેકશન મની પણ ઉઘરાવે છે. હવે સરકારી કુંભકર્ણ અચાનક ન જાગ્યો, ત્યારે આ જ અસામાજિક, ગુંડાગર્દી પર ઊતરી આવ્યા, બુલડોઝરો આગળ સૂઈ ગયા. પાછા જે તે વિસ્તારના કોર્પોરેટરોનું ગુનાહિત મૌન પણ ઉઘાડું પડી ગયું. ‘‘એક બાજુ ચોરને કહે કે તું ચોરી કર અને મકાનમાલિકને કહે તું જાગતો રહે’’
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.