સુરત (Surat) : શહેરમાં એક સમયનો લીકર કીંગ અને હિસ્ટ્રીશીટર અલ્પેશ ફરીથી મેદાનમાં આવ્યો છે. આ વખતે તે આખા શહેરમાં પ્રતિ દિન છ ટ્રક વિદેશી લીકર ઉતારવાની પરમીશન મેળવી હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન મહિનાનું અઢી કરોડનુ સેક્શન નિયત કરાયું હોવાની વાત બજારમાં છેડાઇ છે.
હિસ્ટ્રીશીટર અલ્પેશ એક સમયે આખા શહેરમાં ભરણું કરતો હતો. દરમિયાન હાલમાં છેલ્લા આઠ દિવસથી શહેરમાં આ ભરણુ નિયત કરાયું હોવાની ચર્ચા છે. અલબત્ત આ મામલે બ્રાન્ચ તપાસ કરે તો મહિધરપુરા પોલીસ અને ચોક બજાર પોલીસને આ લીકર કીંગે મુખ્ય વિતરણ મથક બનાવ્યા છે.
છેલ્લા આઠ દિવસથી પ્રતિ દિન પાંચ થી છ ટ્રકો વિદેશી લીકર શહેર વેચવામાં આવી રહ્યુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાણે છે કે નહીં તે તો ખબર નથી. અલબત્ત ભૂતકાળમાં 3 વર્ષ પહેલા વિદેશી લીકરને કોરોના કાળમાં મંજૂરી આપતા ભારે વિવાદ છેડાયો હતો. હવે આ મામલે પીસીબી અને ડીસીબી બ્રાન્ચ શું કરે છે તે જોવાનુ રહે છે.
જે શહેરને સુરતના લોકલ વહીવટ સાથે કોઇ નિસ્બત નથી તે લોકોએ ઉઘરાણા કર્યા હોવાની ચર્ચા
સુરત શહેરમાં સંખ્યાબંધ બ્રાન્ચો આવી છે. અત્યાર સુધી જે બ્રાન્ચો ક્યારેય લીકરમાં પડી ન હતી. તે બ્રાન્ચોએ હવે પોતાના રીક્ષાવાળાઓ રાખ્યા હોવાની ચર્ચા છે. આ વખતે શહેરમાં વીસ કરતા વધારે રીક્ષાવાળા એક જ અડ્ડા પર જતા ભારે વિવાદ થયો છે. દરમિયાન હવે એસઓજી અને સાયબર ક્રાઇમ જેવી બ્રાન્ચો પણ લીકર માફિયાઓ સુધી તેમની ગાડીઓ દોડાવી રહ્યા હોવાની ચર્ચા છે. આ મામલે કમિ. તોમર તપાસ કરે તો સંભવત ચોંકાવનારી વિગત જાણવા મળી શકે છે.