Entertainment

બધે જ ‘સારા’ સમાચાર

સારા અલી ખાનને લઈને કરણ જોહરે ‘એ વતન મેરે વતન’ ફિલ્મ શરૂ કરી છે. કન્નન ઐયર દિગ્દર્શિત આ ફિલ્મમાં બહુ બધા વિદેશી અભિનેતા છે. એક યુવાન છોકરી સ્વતંત્રતાની લડાઈમાં જંગે ચડે છે. આ ફિલ્મ સાચી ઘટના આધારીત છે એટલે કરણ જોહર વધારે આત્મવિશ્વાસથી ફિલ્મમાં આગળ વધી રહ્યો છે પણ તેના કરતાં સારા અલી ખાન વધારે ખુશ છે કારણ કે તે આ યુવતીની ભૂમિકા ભજવી રહી છે. અમુક પ્રકારના પાત્રો કાયમ કરવા મળતા નથી. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન પણ છે. આ ફિલ્મ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર રજૂ થવાની છે. વરુણ સાથે તે આ પહેલાં ‘કુલી નંબર વન’ની રિમેકમાં આવી ચૂકી છે.

હવે એમેઝોન પ્રાઈમ વિડીયો પર તેઓ બંને આ ફિલ્મ વડે દેખાશે. ઓ.ટી.ટી. પર રજૂ થવાની છે એટલે 240 જેટલા દેશોના પ્રેક્ષકો તેને જોશે. સારા અલી ખાન છેલ્લે ‘અતરંગી રે’માં અક્ષયકુમાર અને ધનુષ સાથે જોવા મળી હતી. હમણાં તેની પાસે વિક્રાંત મેસી સાથેની ‘ગેરીલાઈટ’ અને ‘વિકી કૌશલ સાથેની ‘ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’ અને બીજી પણ એક ફિલ્મ છે. સારાને તેની મમ્મી અમૃતાનો જ આધારે છે છતાં ખૂબ સારી રીતે પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. બાકી 2018ની ‘કેદારનાથ’થી તેની જર્ની શરૂ થઈ છે તે જોતા આ સફળતા ઘણી કહેવાય.

અત્યાર સુધીમાં તેની પાંચ જ ફિલ્મ રજૂ થઈ છે પણ તે ઘણી કોન્ફિડન્ટ જણાય છે. રોહિત શેટ્ટી, ઈમ્તિયાઝ અલી, ડેવિડ ધવન અને આનંદ એલ.રાય જેવા દિગ્દર્શક સાથે કામ કર્યા પછી તેણે આત્મવિશ્વાસી હોવું પણ જોઈએ. સારા અને જાન્હવી કપૂર અત્યારની નવી અભિનેત્રીઓમાં પ્રભાવક દેખાય રહી છે. અલબત્ત, કિયારા અડવાણી તેમને ટક્કર આપે છે પણ ફિલ્મી કુટુંબમાંથી આવેલી અભિનેત્રીઓમાં એ બંને સારી પૂરવાર થઈ છે. સારાના અવાજનો પ્રશ્ન છે પણ રાની મુખરજી જેવો ખરાબ નથી. સારાની મમ્મી અમૃતાને પણ અવાજનો જ પ્રશ્ન હતો. સારા તેની ટેલેન્ટને કારણે પોતાની મર્યાદા છૂપાવી શકે છે.

સારા સૈફ અલીખાનની દિકરી છે પણ પિતાની મદદ વિના આગળ વધી શકી છે. સારા અલી ખાન શું કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે? આ કહેવુ જરા મુશ્કેલ છે કારણ કે રાજેશ રોશનની દિલ્હી પશ્ચિમના રોશનને પણ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. સારા અલી ખાન જાહેરમાં પોતાના રિલેશનની બહુ ચર્ચા પણ નથી કરતી. તે તેની કારકિર્દી બાબતે વધારે ગંભીર છે બાકી સુશાંત સિંઘ રાજપૂત સાથે ડેટ કરતી હોવાની ય ચર્ચા થતી હતી. તે 27 વર્ષની છે અને અત્યારે ડેટ ન કરે તો ક્યારે કરશે? પ્રેક્ષક તો એ જોશે કે તે ફિલ્મમાં કેવો દેખાવ કરે છે. •

Most Popular

To Top