જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાની ઘટનાને પગલે એક પક્ષકારમાં ઉન્માદ વ્યાપી જવો જોઈતો હતો પણ તેણે શાંતિ જાળવી સૌહાર્દનો પ્રતિભાવ આપ્યો છે. મુસ્લિમ આક્રમણખોરોએ ભારતમાં આવી હિન્દુ ધર્મસ્થાનોમાં ભાંગફોડ કરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું એવા હિન્દુઓના દાવાઓને આ સંશોધન ટેકો આપે છે. બિનસાંપ્રદાયિક અને લાલ અને લીલા ચશ્મા પહેરી ઇતિહાસ લખનારાઓ અત્યાર સુધી એવું ઠસાવવાની કોશિશ કરી રહ્યા હતા કે આક્રમણખોરો તો ખરેખર બિચારા રોજીરોટીની શોધમાં અહીં આવ્યા હતા અને સ્થાનિક પ્રજાએ તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો. મુસ્લિમ મત માટે પોતાની પાંખ ફેલાવનાર કોંગ્રેસે આ સંશોધન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હકીકત દીવા જેવી સ્પષ્ટ છે એટલે તેઓ ઉઘાડા પડવા માંગતા નથી. સામ્યવાદીઓ ક્યાં કંઈ બોલ્યા છે!? પણ આ બધાં તત્ત્વોને ખાતરી છે કે ભવિષ્યના ઇતિહાસકારો આ સંશોધનને કોમી એકતાના પ્રતીક તરીકે ખપાવવાની કોશિશ કરશે.
સુરત – સુનીલ રા.બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભલું થજો ભવિષ્યના ઇતિહાસકારોનું
By
Posted on